Western Times News

Gujarati News

5 વર્ષમાં ગુજરાતમાં આગની અલગ અલગ ઘટનાઓમાં 3176 લોકોએ જીવ ગુમાવ્યા

(એજન્સી)રાજકોટ, ગુજરાતમાં આગને કારણે એનસીઆરબીનો જે ડેટા સામે આવ્યો છે તેમાં ચિંતાજનક અને ચોકાવનારા ખુલાસા થયા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં આગને કારણે ૩૧૭૬ લોકોના મોત થયા હોવાનો એનસીઆરબીના ડેટામાં ખુલાસો થયો છે. રાજ્યમાં આગની ૩૧૦૦થી વધુ ઘટના બની છે.

ગુજરાતમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા ચોંકાવનારા અને ચિંતાનજક છે. એનસીઆરબી દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન આગને કારણે ૩૧૭૬ લોકોના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની ૩૧૦૦ ઘટનાઓ બની છે. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં આગથી થતા અકસ્માતની ૭૨૯ ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં ૭૩૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

૨૫ મે-૨૦૨૪, ટીઆરપી અગ્નિકાંડ, રાજકોટ ઃ શનિવારે સાંજે નાના-મવા રોડ પર સ્થિત ગેમ ઝોનમાં આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમી રહ્યા હતા. આ માસૂમ બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે, આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં ખતમ થઈ જશે.

ભીષણ આગે ટીઆરપી ગેમ ઝોનની બે માળની ઈમારતને પોતાની લપેટમાં લઈ લીધી. ઉનાળાની રજાઓ અને વીકએન્ડના ધસારાને કારણે બિÂલ્ડંગમાં અંદાજે ૩૦૦ લોકો હાજર હતા જેમાંથી વધુ પડતા બાળકો હતા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ૧૨ બાળકો સહિત ૩૫ લોકોના મોત થઈ ગયા છે.

૩૦ ઓક્ટોબર ૨૦૨૨, બ્રિજ દુર્ઘટના, મોરબી ઃ ૩૦ ઓક્ટોબરના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોને ખબર હતી કે એક પુલ થોડી જ સેકન્ડમાં એવી રીતે તૂટી જશે કે લોકોની ખુશી માતમમાં બદલાઈ જશે. મોરબી શહેરમાં રવિવારે સાંજે બનેલી ભયાનક ઘટના છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટમાંથી એક છે. તેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. ૧૩૭ વર્ષ જૂનો ઝૂલતો પુલ માત્ર પાંચ દિવસ પહેલા સમારકામ બાદ ફરીથી ખુલ્લો મુકાયો હતો.

૧૮ જાન્યુઆરી ૨૦૨૩- હરણી બોટ દુર્ઘટના, વડોદરા ઃ ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં ૧૪ વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત ૧૬ લોકોનાં મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બે ડઝન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો પિકનિક મનાવી રહ્યા હતા અને હરણી તળાવમાં બોટની સવારી કરી રહ્યા હતા.

૧ મે-૨૦૨૧, પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ, ભરૂચ ઃ ભરૂચ ખાતે જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં પહેલી મે-૨૦૨૧માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર દુર્ઘટનામાં ૧૨ દર્દીઓ, સ્ટાફના ૨ કર્મી સહિત ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

૬ ઓગસ્ટ-૨૦૨૦, શ્રેય હોસ્પિટલ, અમદાવાદ ઃ અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ ૨૦૨૦માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મોત નીપજ્યા હતા. કોરોનાના કાળ દરમિયાન છ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આઇસીયુમાં આગ લાગી હતી.

જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મરણ થયા હતા અને અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. ૨૪ મે-૨૦૧૯, તક્ષશિલા-સુરત ઃ સુરતના સરથાણા વિસ્તારમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૨૨ વિદ્યાર્થીના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.