Western Times News

Gujarati News

શારદાબેનમાં દર્દીઓ પરેશાનઃ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી

ઠંડા પાણીના કુલર રાખેલા છે તે પણ બંધ હાલતમાં, દર્દીઓને બહારથી રૂપિયા ખર્ચીને પાણી લાવવું પડે છે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલની અવ્યવસ્થા અને અસુવિધાને કારણે દર્દીઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ દર્દીઓના સ્વજનો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ઠંડા પાણીના જે કુલર રાખેલા છે તે પણ બંધ હાલતમાં છે. દર્દીઓને ન છુટકે બહારથી રૂપિયા ખર્ચીને પાણી લાવવુ પડે છે.

એક તરફ ગરમી અને બીજી તરફ હાલાકી. જીહાં વાત કરીશું અમદાવાદની એક એવી હોસ્પિટલની જ્યાં જઇને દર્દીઓ રાહત નહીં પરંતુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર્દથી પરેશાન દર્દી હોસ્પિટલમાં રાહત માટે જતો હોય છે.પરંતુ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં જઇને દર્દીઓ આહત થઇ રહ્યા છે અને હાલાકી વેઠી રહ્યા છે.

દર્દીઓની આ પરેશાનીનું કારણ છે પ્રાથમિક સુવિધા.હાલ શહેર કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યું છે ત્યારે શારદાબેન હોસ્પિટલમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે અભાવ. જૂની બિલ્ડીંગમાં સ્થિતિ એટલી તો કફોડી છે કે દર્દીઓને પીવાનું પાણી ઘરેથી અથવા તો પછી રૂપિયા ખર્ચીને લાવવુ પડે છે.

જો દર્દીને ઠંડુ પાણી જોઇતુ હોય તો પરિજનોને પોતાના પૈસા ખર્ચવા પડે છે. જૂની બિÂલ્ડંગમાં માત્ર એક જ વોટર કુલર છે અને તે પણ બેઝમેન્ટમાં. એટલે વિચારો કે, જો ઠંડુ પાણી જોઇતું હોય તો વ્યક્તિને ચોથા માળેથી બેઝમેન્ટ સુધી ધક્કો ખાવો પડે.

માત્ર પીવાના પાણીનો જ પ્રશ્ન છે તેવું નથી. અહીં વ્યવસ્થાનો પણ અભાવ છે. દર્દીઓને ખુલ્લી લોબીમાં સુવડાવવાનો વારો આવ્યો છે. ંફ૯ની ટીમ જ્યારે શારદાબેન હોસ્પિટલમાં પહોંચી એ સમયે જે દ્રશ્યો cctvના કેમેરામાં કેદ થયા તે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીની ચાડી ખાય છે. હોસ્પિટલ સંચાલકોનો દાવો છે કે હોસ્પિટલની બંને બિલ્ડંગોના ૨૪માંથી માત્ર ૩ જ કુલર બંધ છે.

જોકે હકીકત એ છે કે જૂની બિÂલ્ડંગમાં માત્ર એક કુલર છે. જ્યારે નવી બિÂલ્ડંગના કુલર ઓફિસમાં છે જ્યાં દર્દી કે સંબંધીઓને પ્રવેશ નથી મળી શકતો. આશા રાખીએ કે તંત્ર જાગે અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.