Western Times News

Gujarati News

શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુનો ખુલ્લેઆમ વેપાર

Files Photo

અમદાવાદ: સરકારે ર૦૦૪માં એક કાયદો પસાર કરીને ૧૮ વર્ષથી નીચેની કોઈપણ વ્યક્તિને  સિગારેટ, બીડી કે તમાકુની કોઇ પણ પ્રકારની પ્રોડક્ટસ વેચી શકાય નહીં. વેચવા માટે પ્રોત્સાહિત કરી શકે નહીં. અને જ્યાં જ્યાં શૈક્ષણિક સંકુલો હોય તેની આસપાસના ૧૦૦ વારના ક્ષેત્રફળના વિસ્તારમાં સિગારેટ બીડી કે તમાકુની કોઈપણ પ્રોડક્ટસ વેચી શકાશે નહીં

પરંતુ આ કાયદાની ઐસીતૈસી થઇ રહી છે અને શૈક્ષણિક સંકુલો કોલેજા માધ્યમિક શાળાઓને અડીને જ તમાકુ વેચતા ગલ્લાઓ જાવા મળી રહ્યા છે. ઘણી જગ્યાએ નાસ્તાના પડીકા રાખતા હોવાનું જણાવીને એની આડમાં ગુટખા પણ વેચતા હોવાનું જાણવા મળે છે.


શૈક્ષણિક સંસ્થાના વહીવટદારોની જવાબદારી છે કે આવા ગલ્લાઓની માહિતી પોલીસ કમિશ્નર, તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને પૂરી પાડી, હટાવવા અપીલ કરે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે જાહેરમાં સિગારેટ-બીડી તથા તમાકુની પ્રોડક્ટસ વેચતા ગલ્લાઓ શું પોલીસ સત્તાવાળાઓ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાનમાં કેમ નહીં આવતા હોય? પાન- સિગારેટ- ગલ્લાઓ જાણે કે કોલેજીયનો માટે એક આરામનું સ્થળ બન્યુ હોય તેમ ગલ્લાઓ ઉપર સિગારેટ લઈ આરામથી કશ લેતા જાવામાં આવે છે.

કેટલીક માધ્યમિક શાળાઓના આચાર્યોનું કહેવં છે કે આ અંગે પોલીસ કમિશ્નર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓનું અનેકવાર ધ્યાન દોરવા છતાં પરિણામ શૂન્ય આવ્યુ છે. શાળા કોલેજ આગળ ઉભા કરવામાં આવેલા ગલ્લાઓ એક ન્યુસન્સ હોય છે. ગલ્લા ઉપર આવતા અસામાજીક તત્ત્વો દ્વારા કોલેજામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની છેડતી પણ થતી હોય છે. તો ઘણી વખત આડધેડ થતાં પા‹કગને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના ટીડીઓનું કહેવું છે કે આવા ગલ્લાઓ હટાવવાની કે રીમુવક કરવાની સત્તા મ્યુનિસિપલ કોર્પેરશન પાસે નથી. જે તેમની કાયદાની અજ્ઞાનતા ખુલ્લી કરે છે. રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે તો આ ગલ્લાઓ શું રસ્તા ઉપર દબાણ નથી કરતાં? એમ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.