Western Times News

Gujarati News

અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના બંને (નાના-મોટા) સમાજને હંમેશ માટે એક કરી (એક શહેર એક જમાત) ના સૂત્ર હેઠળ ૫૦ વર્ષ બાદ ઉજાણી (જયાફત) નું આયોજન કરાયું

અમદાવાદ, તા. 26/5/2024 ને રવિવારના રોજ અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા બંને (નાના-મોટા) સમાજને હંમેશ માટે એક કરી (એક શહેર એક જમાત)ના સૂત્ર હેઠળ અંદાજે ૫૦ વર્ષ પછી ઉજાણી (જયાફત) ના આયોજનની સાથોસાથ સમાજના ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન પીકનીક હાઉસ, કાંકરિયા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

સમાજના યુવાન અને સક્ષમ આગેવાન સરફરાઝ શેખના સતત ૩ વર્ષ કરતાં પણ વધુ સમયના બંને સમાજને ભેગા કરવાના અથાગ મહેનતના ફળ સ્વરૂપે આખરે એ રવિવારનો દિવસ આવી ગયો જેની વર્ષોથી ચાહના હતી.

સમાજના હર્ષોલ્લાસના પ્રસંગે અન્ય આગેવાનો પ્રમુખશ્રી નાસરભાઈ, ઉપપ્રમુખશ્રી સાકીરભાઈ શેખ, મંત્રીશ્રી સરફરાઝ કાલુભાઈ શેખ, બજાનચીશ્રી આરીફભાઈ, સેક્રેટરીશ્રી જાવીદભાઈ, મોઈન શેખ, ફારૂકભાઈ વિક્ટોરિયા પ્રોફેસર મઝહરભાઈ શેખ, આદીલભાઈ, બાસીતભાઈ, રિયાઝભાઈ, યુનુસભાઈ પરદેશી, ફઝલભાઈ, અનવરભાઈ, શફીકભાઈ, ફૈઝાનભાઈ, આસીફભાઈ, મુખત્યારભાઈ, ઈમ્તીયાઝભાઈ,

ઈરફાનભાઈ, મોહસીનભાઈ, આબીદભાઈ, શબ્બીરભાઈ, રાજુભાઈને સાથે લઈ મજબૂત સંગઠન ઉભું કરી લગભગ ત્રણ વર્ષના સમયગાળામાં નવસર્જનની શરુઆત કરી સમાજને ઉભું કરવાની તનતોડ મહેનત કરતાં ૫૦ વર્ષ પછી પ્રથમ વખત બંને સમાજને ભેગા કરી ઉજાણી (જમણવાર) નું નેક કામ કર્યું છે.

સાથોસાથે સમાજના ધો. ૧૦-૧૨માં પાસ થનાર વિદ્યાર્થીઓને પણ મેડલ, સર્ટીફીકેટ, ગીફટ અને દફતર બેગ આપી તેમને ઉત્સાહિત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજની આવનારી પેઢી માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ પ્લેટફોર્મ પુરું પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજ ના એડમીશનથી લઈ તેમના ઉજજવળ ભવિષ્ય – કેરીયર માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

પ્રથમ વખત સમાજની મહિલા વીંગે ઉત્સાહભેર ભાગ લઈ દરેક કાર્યમાં સાથે સહકાર આપી પોતાની ક્ષમતાનું પ્રદર્શન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.