Western Times News

Gujarati News

મગફળીમાં જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કેટલાક પગલાં લેવા

માહિતી બ્યુરો,પાટણ મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કેટલાંક પગલાં લેવા જરૂરી છે. જે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અખબારીયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અખબારીયાદી મુજબ નીચે મુજબના પગલાં ખેડૂતોએ લેવા જોઈએ.

  • ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ વાપરવું.
  • સંપૂર્ણ સડી ગયેલ સૈન્દ્રીય ખાતર વાપરવા.
  • જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલું વાવેતર કરવું.
  • ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(હાલિયા)બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય.
  • થડનો કોહવારો/ડોડવાના કોફવરાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડમાં ફૂગ આધારીત પાવડર 2.5 કિ.ગ્રા.ને 300 થી 500 કિલો એરડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.
  • શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ 20% ઈ.સી. દવાના (15 લિટર પાણીમાં 20 મી.લી દવા) મિશ્રણનો છંટકાવ કરવો જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં હાલિયાનો નાશ થાય. આ કામગીરી 3 થી 4 દિવસમાં જ પૂર્ણ કરવી.
  • ધેણના ટાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
  • મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી 115 વેટેબલ પાવડર (ન્યુનતમ 2*106 સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (300 કિ.ગ્રા/હે) સાથે જમીનામાં આપવું.

મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ 500 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન 3જી 33 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બીજ માવજતની ભલામણો

(1) મગફળીમાં ઉગસૂકના રોગના નિયંત્રણ માટે બીજને થાયરમ 3 ગ્રામ + સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ (ટાલ્ક બેઈઝ) 5 ગ્રામ અથવા ફક્ત થાયરમ/ કપ્તાન/ મેન્કોઝેબ 3-4 ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ 5 ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ 1.25 ગ્રામ / કિગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી.

(2) મગફળીમાં મૂળનાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસીલૌમાયસીસ લીલાસીનસ (ટાલ્ક બેઈઝા 10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

(3) સફેદ પૈણ/મૂંડાના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20% ઈ.સી. 25 મી.લી. અથવા ફીપ્રોનીલ 40X • ઈમીડાકલોપ્રીડ 40% ડબલ્યુજી 1-5 ગ્રામ અથવા કલોથીયાનીડીન 50% ડબલ્યુડીજી 4 ગ્રામ પ્રતિ 1 કિલો બીજ દીઠ બીજને પટ આપી. બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.