Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લાની આંગણવાડી કેન્દ્રોનો સમય સવારે ૦૭:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધીનો કરાયો

પ્રતિકાત્મક

મહિસાગર જિલ્લા પ્રોગ્રામ ઑફિસરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અસહ્ય ગરમીને કારણે હાલમાં રાજ્યમાં ચાલતા હિટવેવના કારણે કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરીના તા.૨૪/૦૫/૨૦૨૪ પરિપત્રના સંદર્ભમાં બાળકો- માતાઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને તા.૨૮/૦૫/૨૦૨૪ થી બીજી સૂચના ના મળે

ત્યાં સુધી મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરક પોષણ મેળવવામાં કોઇ વિક્ષેપ ન આવે તે માટે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્રોનો સમય સવારે ૦૭:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધીનો રહેશે.

આંગણવાડી કાર્યકરે આંગણવાડીમાં હાજર રહી નાસ્તો બનાવી આંગણવાડીમાં આવતા બાળકોને બોલાવી નાસ્તો આપી દેવાનો રહેશે. તેમજ THR વિતરણ અને અન્ય સામગ્રી વિતરણ સવારે ૧૦:૦૦ સુધીમાં કરવાની રહેશે. આંગણવાડી કાર્યકર/ તેડાગરએ સવારે ૧૦:૩૦ સુધી આંગણવાડી ખુલ્લી રાખવાની રહેશે.

સદર પરિપત્રનો અમલ ચુસ્તપણે કરવા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત, મહીસાગરે સૂચના આપી હતી. (સંતરામપુર – ઈનદૂવદન વ. પરીખ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.