Western Times News

Gujarati News

બિહારમાં કાળઝાળ ગરમીને કારણે 48 જેટલી વિદ્યાર્થિની બેભાન થઈ

(એજન્સી)પટણા, બિહારમાં ભીષણ ગરમીને પગલે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બેભાન થવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં શેખપુરા અને બેગૂસરાયમાં ૪૮ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી. જે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. વાત કરવામાં આવે તો રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે.

દેશભરમાં આકરી ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી (૪૯.૯ ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે. તેણે છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ રહી છે.

શેખપુરાની એક શાળામાં ગરમીના કારણે ૨૪ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી લથડી હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. કાળઝાળ ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયરી બ્લોક હેઠળ મનકૌલ મધ્ય વિદ્યાલય સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ.

ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી. વાસ્તવમાં મટિહાની બ્લોકની મટિહાની મધ્ય વિદ્યાલયમા કાળઝાળ ગરમીને કારણે લગભગ ૧૮ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી. જેમને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે.

બેગુસરાયમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે. મધ્ય વિદ્યાલય મટિહાનીમાં ૧૦ વાગ્યાની આસપાસ અચાનક સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી.

આ પછી શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ઓઆરએસ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય ના સુધારતા તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ ૧૪ વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.