Western Times News

Gujarati News

આતંકવાદી કપડાં અને ચોકલેટના ધંધા માટે દુબઈ અને ભારત આવતો હતો

અમદાવાદના એરપોર્ટ પરથી ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે થોડા દિવસો અગાઉ ચાર આઈએસઆઈએસના આતંકીઓની ધરપકડ કરી હતી.-આતંકીઓ યુવાનોને ISમાં જોડવાનું કામ પણ કરતા હતા

આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે-સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્કમાં હતા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના એરપોર્ટ પરથી ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે થોડા દિવસો અગાઉ ચાર આઈએસઆઈએસના આતંકીઓની ધરપકડ કરી હતી. હવે આ આતંકીઓની તપાસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે.

પૂછપરછ દરમિયાન એવી વાત બહાર આવી છે કે આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે-સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્કમાં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ ૪ લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડ ગેરાર્ડ કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 4 આતંકવાદીઓનો શું પ્લાન હતો? જાણો છો

આ કરન્સીને શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી. આ ઈનપુટ ગુજરાતની એટીએસ ટીમે શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત ૨ વ્યક્તિની ધરપકડ કરી છે. શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને ૨ મિલિયનનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

આ હેન્ડલર શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે અને તે વારંવાર વેશપલટો કરીને રહેઠાણ બદલતો રહે છે. આ સિવાય આઈએસની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે. જે રાષ્ટ્રીય તૌહીદ જમાત સંગઠનના પ્રચાર દ્વારા યુવાનોને ટ્રાગેટ કરે છે. આ આતંકીઓ પણ ૪૨ દિવસ આ પ્રચારક સાથે રહ્યા હોવાની વાત બહાર આવી છે.

ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે નોર્થ ઇન્ડિયાથી હથિયારો આવ્યા હતા. જેમાં પજાંબ, રાજેસ્થાન અને દિલ્હીમાં આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાની શંકાના આધારે એટીએસની ૩ ટીમોએ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં પંજાબમાં પાÂસ્કતાન બોર્ડરથી ડ્રોન થી હથિયાર મોકલવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ પ્રકારના હથિયાર આતંકીઓને આપ્યા હોવાથી એટીએસ દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચિલોડામાં હથિયાર મુકવા આવેલા સ્લીપર સેલની તપાસ માટે એટીએસએ ૭૮ હજાર વાહનના સીસીટીવી ડેટા મેળવાયા હતા..જેમાંથી ૧૩ હજાર શકાસ્પદ વાહનની તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીલંકાની તપાસ એજન્સીએ ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધા જનક વસ્તુઓ અને સામગ્રી પણ જપ્ત કરી છે.. અને આતંકીઓના મોબાઈલ પણ જપ્ત કર્યા છે.

પકડાયેલા આતંકીઓને લઈને શ્રીલંકા પોલીસની મદદથી તપાસ કરતા વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે . જેમાં આતંકી મોહમ્મદ નુસરથ સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાંથી ટેલિકોમ્યુનિકેશન ઉપકરણો અને ઇલેક્ટિÙકલ સાધનોની આયાત કરીને કોલંબોમાં બિઝનેશ કરતો હોવાનું ખુલ્યું છે. ૨૦૨૦માં કોલંબો ખાતે હેરોઇન કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે બીજો આતંકી મોહમ્મદ નફરાન શ્રીલંકાના નિયાસ નૌફર ઉર્ફે ‘પોટ્ટા નૌફર’ નામના કુખ્યાત અંડરવર્લ્ડ ગુનેગારની પ્રથમ પત્નીના પુત્ર હોવાનું ખુલ્યું છે.., જેને હાઇકોર્ટના જજ સરથ અંબેપીટીયાની હત્યા માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

આ આતંકી કપડાં અને ચોકલેટ ના ધંધા માટે દુબઈ અને ભારત આવતો હતો.. ૧૬ વર્ષની ઉંમરથી માતાની સાથે આ ધંધામાં જોડાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.