ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સે FY2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 99 ટકાની વૃદ્ધિ નોંધાવી
મુંબઈ, 25 મે, 2024 – એલઈડી લાઇટ્સના ઇનોવેટિવ લાઇટિંગ સોલ્યુશન્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સ લિમિટેડે (NSE – FOCUS) નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 10.76 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.42 કરોડના ચોખ્ખા નફા કરતાં 99 ટકાનો વધારો દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. 60.30 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 41.1 કરોડની કુલ આવકો કરતાં વાર્ષિક ધોરણે 46.7 ટકા વધુ હતી.
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં એબિટા વાર્ષિક ધોરણે 71.7 ટકા વધીને રૂ. 13.87 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન અને ચોખ્ખા નફાનું માર્જિન અનુક્રમે 23 ટકા (વાર્ષિક ધોરણે 335 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ) અને 17.27 ટકા (વાર્ષિક ધોરણે 472 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ) રહ્યું હતું.
માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે કંપનીએ વાર્ષિક ધોરણે 35.35 ટકાની વૃધિ સાથે રૂ. 230 કરોડની કુલ આવક અને 66.1 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 39.21 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. રિટેલ લાઇટિંગ સેગમેન્ટે આવકમાં રૂ. 137.56 કરોડની આવકનું પ્રદાન કર્યું હતું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે સેગમેન્ટે અનુક્રમે રૂ. 15.28 કરોડ અને રૂ. 0.93 કરોડનું યોગદાન આપ્યું હતું.
વસ્તી પ્રમાણે આવકના વિતરણના સંદર્ભે ભારતીય માર્કેટે રૂ. 138.04 કરોડ, યુએઈ માર્કેટે રૂ. 57.97 કરોડ અને સિંગાપોરે રૂ. 34.02 કરોડનું યોગદાન આપ્યું હતું.
Key Consolidated Financial Highlights
Particulars (Rs. Cr) | Q4 FY24 | Q4 FY23 | YoY |
Total Income | 60.30 | 41.11 | 46.69% |
EBITDA | 13.87 | 8.08 | 71.68% |
EBITDA Margin (%) | 23.00 | 19.65 | 335 Bps |
Net Profit | 10.76 | 5.42 | 98.57% |
Net Profit Margin (%) | 17.27 | 12.55 | 472 Bps |
Particulars (Rs. Cr) | FY24 | FY23 | YoY |
Total Income | 230.04 | 169.96 | 35.35% |
EBITDA | 52.68 | 34.85 | 51.19% |
EBITDA Margin (%) | 22.90 | 20.50 | 240 Bps |
Net Profit | 39.21 | 23.60 | 66.12% |
Net Profit Margin (%) | 16.83 | 13.35 | 348 Bps |
2005માં સ્થપાયેલી ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સ લિમિટેડ લાઇટિંગ ક્ષેત્રે વિવિધ વર્ટિકલમાં વિશાળ રેન્જની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે જેમાં રિટેલ, હોમ, રેલ્વે અને આઉટડોર ક્ષેત્રનો સમાવેશ થાય છે. કંપની આઉટડોર ફેસેડ લાઇટિંગમાં પેટન્ટેડ ટેક્નોલોજી સાથે વધુ વિસ્તરણ કરી રહી છે. લાઇટિંગ ટેક્નોલોજીની તેની સમજ, વ્યૂઅર પર પડી શકે તેવા તેના પ્રભાવ અને બજારની ટેક્નો-એસ્થેટિક જરૂરિયાતોએ તેને લાઇટિંગ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે
જ્યાં લ્યુમિનસ ઇન્ટેન્સિટી, મેઇન્ટેનન્સથી મુક્તિ તથા ગ્લેરથી મુક્તિ જેવા ઓપ્ટિમમ લાઇટિંગ પેરામીટર્સ હાંસલ કરવા માટે કાર્યક્ષમતા, કલર રેન્ડિશન અને ઝંઝટ-મુક્ત સર્વિસ લાઇફ જેવા માપદંડો રાખવામાં આવ્યા છે. લાઇટિંગ ડિઝાઇનના ક્ષેત્રમાં નિપુણ એવા જર્મનીના શ્રેષ્ઠ પ્રોડક્ટ ડિઝાઇનર્સ દ્વારા લ્યુમિનેર્સની નવી રેન્જ ડિઝાઇન કરવામાં અને વિકસાવવામાં આવી છે જેને ભારતીય પ્રોફેશનલ્સની નિપુણ ટીમ દ્વારા સમર્થન મળેલું છે. કંપની ગુજરાતના સાણંદમાં તેનું ઉત્પાદન એકમ ધરાવે છે.
કંપનીની કામગીરી અંગે ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત શેઠે જણાવ્યું હતું કે “નાણાંકીય વર્ષ 2024માં અમારી મજબૂત નાણાંકીય કામગીરી જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે અમારા ચોખ્ખા નફામાં તથા એબિટામાં નોંધપાત્ર વધારો જોયો છે અને માર્જિન્સ પણ વધ્યા છે જે અમારી વ્યૂહાત્મક પહેલની અસરકારકતા દર્શાવે છે.”
અમારા નવીન એલઇડી લાઇટિંગ સોલ્યુશન્સ માટે વધતી જતી બજાર માંગ આ સિદ્ધિઓ પાછળનું મુખ્ય ચાલકબળ છે. આ ઉપરાંત અમારો ઓપરેટિંગ કેશ ફ્લો પોઝિટિવ થયો છે જે દર્શાવે છે કે અમારી ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ તેમ તેમ હું ક્ષિતિજ પર રહેલી તકો વિશે ઉત્સાહિત છું.
વૈશ્વિક વિસ્તરણ માટેની યોજનાઓ અને નવીનતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મને વિશ્વાસ છે કે ફોકસ લાઇટિંગ અને ફિક્સચર સતત વિકાસ પામશે અને મૂલ્ય સર્જન કરશે. અમે વધુ મોટી સફળતાના માર્ગે ફોકસનું નેતૃત્વ આગળ ધપાવવા માટે ઉત્સાહિત છીએ.