Western Times News

Gujarati News

ઉત્તરકાશીના જંગલમાં લાગેલી આગ કાબૂ બહાર

લાખોની સંપત્તિનો નાશ થયો

જંગલમાં આગની માહિતી મળતા જ, વન વિભાગ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

નવી દિલ્હી,ઉત્તરકાશી ફોરેસ્ટ ડિવિઝન અને અપર યમુના ફોરેસ્ટ ડિવિઝનના જંગલો આ દિવસોમાં આગની લપેટમાં છે. લાખોની કિંમતની વનસંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. પહાડોમાં લાગેલી આગને કારણે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ પણ જોખમમાં છે. તે જ સમયે, જંગલમાં આગની માહિતી મળતા જ, વન વિભાગ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.વરુણાવત-ગુફાયરા વિસ્તારની સાથે સાથે ગંગા અને યમુનાના જંગલોમાં પણ આગ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જંગલની આગમાંથી નીકળતા ધુમાડાએ આસપાસના સમગ્ર વિસ્તારને ધુમ્મસની ચાદરથી ઢાંકી દીધો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગરમી ઝડપથી વધી છે.સ્થાનિક લોકોએ રેન્જ ઓફિસર બડાઘાટને ફોન દ્વારા જંગલમાં લાગેલી આગ અંગે જાણ કરી હતી. આગની માહિતી મળ્યા પછી, ૫ SDRF, ૧૬ સભ્યોની NDRF ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ/QRT ટીમ સાથે ૧૨ વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા વરુણાવર્ત પહાડીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી છે. જોકે, ફોરેસ્ટ અને એનડીઆરએફ સહિતની ક્યુઆરટી ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ આગ કાબુ બહાર જઈ રહી છે.આ પહેલા નૈનીતાલના કૈંચી ધામ મંદિરની આસપાસના જંગલમાં ભીષણ આગ લાગી હતી. જોરદાર પવન સાથે આગ સતત ફેલાઈ રહી છે. મળતી માહિતી મુજબ, કૈંચી ધામ મંદિરની પાસે પાઈનના જંગલો છે. જેના કારણે આ આગ પર કાબૂ મેળવવો થોડો મુશ્કેલ બની રહ્યો છે.રાજ્યની અમૂલ્ય વનસંપત્તિ આગના કારણે નાશ પામી રહી છે. કુમાઉ ડિવિઝનના પિથોરાગઢમાં સૌથી વધુ આગની ઘટનાઓ નોંધાઈ હતી જ્યાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.

આ સિવાય અલમોડા. નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વર જેવા જિલ્લાના ઘણા જંગલ વિસ્તારો પણ આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી બાગેશ્વર અને ચંપાવતના મોટાભાગના વિસ્તારોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ગઢવાલ ડિવિઝનની વાત કરીએ તો નરેન્દ્ર નગર, ઉત્તરકાશી, મસૂરી, કોટદ્વાર, ટિહરી ગઢવાલ, ગોપેશ્વર, રુદ્રપ્રયાગ જેવા ઘણા જંગલ વિસ્તારો આગની લપેટમાં છે. આમાંથી કેટલીક જગ્યાએ આગને કાબૂમાં લેવામાં આવી છે. જ્યારે હજુ પણ કેટલીક જગ્યાએ આગ બળી રહી છે. ઉત્તરાખંડ વન વિભાગના જણાવ્યા અનુસાર, ૭૪૯.૬૩૭૫ આરક્ષિત વન વિસ્તાર (હેક્ટર) આગથી પ્રભાવિત થયો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.