Western Times News

Gujarati News

બે સરકારી મહિલા કર્મચારીએ અધિકારી સામે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી

વ્હોટ્‌સઅપ દ્વારા એક અશ્લીલ અને અભદ્ર મેસેજ પણ મોકલ્યો હતો

રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી હતી જેણે બનાવની તપાસ કરી સંબંધિત વિભાગને પોતાનો રિપોર્ટ પણ મોકલી આપ્યો હતો

ગાંધીનગર, એક મહિલા કર્મચારીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેઓને અગાઉ ચર્ચા કરાયેલાં પ્રોજેક્ટમાંથી પડતી મૂકવામાં આવી હતી અને તેના ઉચ્ચ અધિકારી તેઓની કારકિર્દી ખતમ કરી નાંખવા પ્રયત્નો કરી રહ્યા છે. તપાસ સમિતિએ પોતાની તપાસ પણ પૂર્ણ કરી દીધી હતી અને હવે પછીની કાયદેસરની કાર્યવાહી કરવા પોતાનો રિપોર્ટ પણ વિભાગને મોકલી આપ્યો હતો એમ, ગિફ્ટ સિટીના સૂત્રોએ કહ્યું હતું. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે, કાર્ય કરવાની શૈલી (વર્ક કલ્ચર) જ ખૂબ નબળી છે

અને કામ કરવાના સ્થળે મહિલાઓ છેલ્લાં છ મહિનાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ મહિલા કર્મચારીઓએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, તેમના ઉચ્ચ અધિકારીએ વ્હોટ્‌સઅપ દ્વારા એક અશ્લીલ અને અભદ્ર મેસેજ પણ મોકલ્યો હતો. ગિફ્ટ સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, શરૂઆતમાં આ મહિલા કર્મચારીઓએ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો તેમ છતાં ઉચ્ચ અધિકારીનું અશ્લીલ અને અભદ્ર વર્તન ચાલું જ રહ્યું હતું.

મહત્ત્વની વાત તો એ છે કે, આ મહિલા કર્મચારીઓને પરેશાન કરનાર અધિકારીએ કોઇ સરકારી કર્મચારી નથી, પરંતુ કોન્ટ્રેક્ટ ઉપર લેવાયેલો કર્મચારી છે. બંને મહિલાઓએ આરોપ મૂક્યો હતો કે, તેમનો ઉચ્ચ અધિકારી અવાર-નવાર ફોન કરીને તેઓને ઓફિસમાં બોલાવતો હતો અને અશ્લિલ હરકતો કરતો હતો, તેથી તેમણે ઉચ્ચ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી,

જેના પગલે તરત જ તપાસ સમિતિની રચના કરાઇ હતી. તપાસ સમિતિએ જવાબદાર અધિકારીને તેનો જવાબ લખાવવા લેખિત જાણ કરી હતી, પરંતુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે, તે અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે તે આ આક્ષેપો વિશે કશું જ જાણતો નથી, ઉલ્ટાનું તેણે તો એવો દાવો કર્યો હતો કે તેની જાણ બહાર ઓફિસ કોપી ઉપર તેની સહી લઇ લેવામાં આવી હતી. તેણે વળી એવી પણ દલીલ કરી હતી કે, તે ગુજરાતી વાંચી શકતો નથી તેથી પત્રમાં લખાયેલી વિગતો સમજી શક્યો નહોતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.