Western Times News

Gujarati News

કાજોલની હીરોગીરીઃ પાવર માંગ કે નહીં, છીન કે લી જાતી હૈ

મહારાગ્નિની ટીમ દ્વારા ટીઝર લોંચ

કાજોલે આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, “તમારી સાથે આ શેર કરતાં ખૂબ ઉત્સુક છું મહારાની – ક્વીન ઓફ ક્વીન્સ

મુંબઈ,પ્રભુ દેવાની એક્શન થ્રિલર ફિલ્મ મહારાગ્નિની ટીમ દ્વારા ટીઝર લોંચ કરવામાં આવ્યું છે, જેનું ડિરેક્શન ચરણ તેજ ઉપ્પલાપતિ દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મમાં કાજોલ અને પ્રભુદેવા ઉપરાંત નસીરુદ્દીન શાહ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. મંગળવારે કાજોલે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું હતું. આ વીડિયોની શરૂઆતમાં એક માણસ રન વે પર દોડી રહ્યો છે અને પ્રભુ દેવા તેની પાછળ બેટ લઇને દોડે છે.

આ વીડિયોમાં નસીરુદ્દીન શાહ અને સંયુક્તા મેનનની પણ ઝલક જોવા મળે છે. ત્યાર બાદ કાજોલ ડાયલોગ્ઝ સાથે કેટલાંક ગુંડાઓને મારતી જોવા મળે છે. લાલ ડ્રેસ પહેરીને કાજોલ તેમને તલવારથી મારતી દેખાય છે, તે બોલે છે કે, “પાવર માંગ કે નહીં છીન કે લી જાતી હૈ”. કાજોલે આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, “તમારી સાથે આ શેર કરતાં ખૂબ ઉત્સુક છું મહારાની – ક્વીન ઓફ ક્વીન્સ.

થોડો સમય આપો અને મજા કરો. આશા છે કે તેમને આ ગમશે.” ટિપ્સ દ્વારા યુટ્યુબ પેજ પર આ ફિલ્મ વિશે કહેવાયું છે, “ધમાકેદાર ડ્રામાનું કોકટેલ, સહજ ઇમોશન્સ અને એવી જબરદસ્ત એક્શન જે તમને ખુરશી પરથી બેઠાં કરી દેશે.” મહારાગ્નિ ભારતભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડા અને મલિયાલમ ભાષામાં રિલીઝ થશે

રિપોટ્‌ર્સ મુજબ, આ ફિલ્મના શૂટનું પહેલું શિડ્યુલ પૂરું થઈ ચૂક્યું છે. તેના વિશે તેજ ચરણે જણાવ્યું હતું કે,“મહારાગ્નિ- ક્વિન ઓફ ક્વિન્સની સ્ટોરી કૅમેરા સામે લાવવી એ અમારા માટે એક ઉત્સાહપ્રેરક સફર રહી છે. કાજોલ, પ્રભુ દેવા, નાસીર સર, સંયુક્તા મેનન અને જિસ્શુ સેનગુપ્તા જેવા કલાકારો સાથે કામ કરવાનો અનોખો અનુભવ હતો. મારા માટે હિન્દી ડેબ્યુ કરવાનું સપનું સાકાર થવા જેવી ઘટના છે. આ ફિલ્મનું દરેક પાત્ર અલગ ઊંડાણ સાથે તૈયાર થયું છે અને ઓડિયન્સને આ ફિલ્મની સિનેમેટિક સફરમાં લઇ જવા અમે આતુર છીએ.” ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.