Western Times News

Gujarati News

‘ધડક ૨’માં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીની જોડી જામશે

૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ધડક’માં જાન્હવી અને ઈશાનની લવ સ્ટોરી હતી

આ ફિલ્મ સાથે શાઝિયા ઇકબાલ ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કરશે, તેમજ આ ફિલ્મ આ વર્ષે ૨૨ નવેમ્બરના રોજ રિલીઝ થશે

મુંબઈ,ધર્મા પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું છે કે જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ૨૦૧૮માં આવેલી ‘ધડક’ની સીક્વલ બનાવવામાં આવશે. તેમણે એક નાનું ટીઝર પણ શેર કર્યું હતું જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીની ઇન્ટેન્સ લવ સ્ટોરીની ઝલક બતાવવામાં આવી હતી. આ ફિલ્મ સાથે શાઝિયા ઇકબાલ ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કરશે, તેમજ આ ફિલ્મ આ વર્ષે ૨૨ નવેમ્બરના રોજ રિલીઝ થશે. પહેલી ફિલ્મ ખૂબ વખણાયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રીમેક હતી, જેમાં બે અલગ સમાજમાંથી આવતા યુવક યુવતીની લવ સ્ટોરી હતી. હવે ‘ધડક ૨’ પણ આ જ પ્રકારની સ્ટોરી અને લવ સ્ટોરીમાં આવતી ચેલેન્જિસ પર આધારિત હોય તેવી અપેક્ષા છે. જોકે, એક વર્ષ પહેલાં કરણે આ જ પ્રકારના સમાચારને ખોટાં ગણાવીને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી જાહેરાત કરી હતી કે ધર્મા પ્રોડક્શન ‘ધડક ૨’ બનાવવાનું નથી. તેમજ ધર્માની આ પ્રકારની ફ્રેન્ચાઇઝીની વાતને તેણે અફવા ગણાવી હતી. હવે એક વર્ષ પછી તેણે ફરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પરથી આ ફિલ્મ વિશે જાહેરાત કરી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.