Western Times News

Gujarati News

આખું તંત્ર હતું અંધારામાં: ભરૂચમાં પરવાનગી વિનાનું હેપ્પી આઈસલેન્ડ વોટરપાર્ક બંધ કરાયું

ખેતરની જમીનમાં કોઈપણ વિભાગની મંજૂરી વિના છેલ્લા કેટલાય દિવસથી ચાલતો હતો વોટરપાર્ક- હેપ્પી આઈસલેન્ડ વોટરપાર્કને તંત્રએ આખરે બંધ કરાવી વધુ તપાસ હાથ ધરાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના કરમાડ – વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર વોટરપાર્ક ઉભું કરી શરુ કરી દેવાતા વોટરપાર્કમાં નાહવાની મઝા માણવા ગયેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની બૂમો વચ્ચે વોટરપાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે The whole system was in the dark: The unauthorized Happy Iceland waterpark in Bharuch was closed

તેની તપાસ કરવામાં આવતા ત્યાંથી પસાર થતી કેનાલમાં પંચર કરી વરસાદી કાંસમાં પાણી ઠાલવી વોટરપાર્કમાં ઉપયોગ કરાતો હોવાનો ભાંડો ફૂટતા આખરે ભરૂચ વહીવટી તંત્રએ વોટરપાર્ક બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી રહી છે.

રાજકોટમાં ગેમઝોનમાં બનેલી આગની ઘટના બાદ ભરૂચ તંત્રએ દેખાવા પૂરતી કામગીરી કરી ગેમઝોનનું નિરીક્ષણ કરી બંધ કરાવ્યા હતા.પરંતુ ભરૂચ તાલુકાના કરમાડ – વાંસી રોડ ઉપર આખેય આખું વોટરપાર્ક ગેરકાયદેસર ચાલતું હોય અને આ ગેરકાયદેસર હેપ્પી આઈસલેન્ડ વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે

આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરી વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજુ કરતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ સ્થાપી ઉપર દોડી જઈ વોટરપાર્કની તપાસ શરુ કરતા જ વરસાદી કાંસ માંથી પાણીનો ઉપયોગ કરવા માટે પાઈપ લાઈન લગાવી હતી તેને દૂર કરવા માટે સંચાલકોએ દોડાદોડ મચાવી હતી.

ભરૂચ મામલતદાર સહિત ટીમ દ્વાર હેપ્પી આઈસલેન્ડ વોટરપાર્કના સંચાલકો પાસે વોટરપાર્ક કોની મંજૂરીથી ચાલે છે.જેના દસ્તાવેજી પુરાવા માંગતા જ કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને વોટરપાર્કમાં રહેલી રાઈડની પણ કોઈપણ જાતના ફિટનેસ સર્ટી ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી.

તો વોટરપાર્કમાં રહેલી રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી.તદુપરાંત વોટરપાર્ક ચાલુ કરવા માટે ભરૂચ વહીવટી તંત્ર કે અધિક કલેકટરથી કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી.તેમ છતાં છેલ્લા પંદર દિવસથી ગેરકાયદેસર વોટરપાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.

સમગ્ર પ્રકરણમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ વોટરપાર્ક ગેરકાયદેસર હોય અને કોઈપણ જાતની મંજૂરી વિના વોટરપાર્ક ચાલતું હોય તેવો રિપોર્ટ એસડીએમ મનીષા માનાણી સમક્ષ રજુ કરતા વોટરપાર્ક સીલ કરવા માટે ભરૂચ અધિક કલેક્ટરને અભિપ્રાય રજુ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે વોટરપાર્ક સીલ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

ગેરકાયદેસર વોટરપાર્ક મુદ્દે ભરૂચ અધિક કલેકટર એન આર ધાંધલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસે બંદોબસ્ત સાથે વોટરપાર્ક સીલ કરવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટરપાર્ક સીલ કરી દેવામાં આવશે અને આવી કોઈપણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશે તેમ કહ્યું હતું.

ભરૂચમાં કરમાડ ગામે ચાલતા ગેરકાયદેસર વોટરપાર્ક સીલ કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે અને સાથે ગેરકાયદેસર વોટરપાર્ક મુદ્દે ભરૂચ તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ તંત્ર એટલે કે એક્ઝ્યુકિટિવ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગેરકાયદેસર વોટરપાર્કને સીલ કરવામાં પોલીસ મદદરૂપ થશે તેમ ડીવાયએસપી પી એલ ચૌધરીએ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.