Western Times News

Gujarati News

જામનગરમાં ૯૦ હોસ્પિટલ અને ૪પ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને નોટીસ

પ્રતિકાત્મક

ફાયર અને ટીપીઓ શાખા દ્વારા સર્વેઃ ફાયર એનઓસી રિન્યુઅલ પેચીદો પ્રશ્ન

જામનગર, રાજકોટની દુર્ઘટનાનાં પગલે જામનગરમાં મહાપાલીકાનું તંત્ર સંપૂર્ણપણે સજાગ બન્યું છે. સૌ પ્રથમ જામનગરની તમામ હોસ્પિટલ, રેસ્ટોરેન્ટ તેમજ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ સીનેમા ઘર વગેરેમાં પણ ફાયર એનઓસી તેમજ બાંધકામ સહીતની તપાસણી કરવામાં આવી રહી છે.

મ્યુ.કમીશ્નર ડી.એન.મોદીનાં માર્ગદર્શન હેઠળ સીટી ઈજનેર ભાવે જાની દ્વારા અલગ અલગ આઠ ટીમ બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં એક ફાયર વિભાગમાં અધિકારી તેમજ અન્ય બે ટીપીઓ વિભાગના અધિકારી સહીત ત્રણની ટુકડી બનાવીને શહેરના ૧૬ વોર્ડમાં આઠ ટીમને દોડતી કરવામાં આવી છે.

આ ટીમ દ્વારા છેલ્લા ર૪ કલાકના સર્વે દરમ્યાન ૯૦ ખાનગી હોસ્પિટલને નોટીસ પાઠવવામાં આવી છે. શહેર વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં આવેલી ૪પ જેટલી હોટલ રેસ્ટોરેન્ટના સંચાલકોને પણ નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત સીનેમા ઘર અન્ય કોમર્શીયલ કોમપ્લેક્ષ સહીતના વિસ્તારમાં હજુ સર્વની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

જામનગરની ખાનગી હોસ્પિટલ સહીતના વિસ્તારમાં ફાયરનું એનઓસી મેળવવા માટેના નિયમોમાં બદલાવ આવ્યા છે. જે એફએસઓ મારફતે મેળવવાની રહે છે. જામ્યુકોમાંથી કચેરીમાંથી ફાયયરનું એનઓસી હવે મળતું નથી. રાજય સરકાર દ્વારા આ નિયમમાં બદલાવ કર્યા પછી જે હોસ્પીટલ અથવા હોટલ રેસ્ટોરેન્ટ વગેરેની એનઓસીની મુદત પુર્ણ થઈ હોય તેઓને નવી એનઓસી કઢાવવા માટે અથવા તો રીન્યુઅલ કરાવવા માટે ખુબ જ પેચીદો પ્રશ્ન બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.