Western Times News

Gujarati News

યુવતીની અભદ્ર તસવીરો વાયરલ કરનારો ઓડિશાનો યુવક ઝડપાયો

શહેરના સરખેજમાં વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ ઉપર પર એક યુવક સાથે સંપર્ક થયા બાદ મોડેલિંગમાં કામ અપાવવાનું કહીને મિત્રતા કેળવી હતી

અમદાવાદ, શહેરના સરખેજમાં વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ ઉપર પર એક યુવક સાથે સંપર્ક થયા બાદ મોડેલિંગમાં કામ અપાવવાનું કહીને મિત્રતા કેળવી હતી. બાદમાં યુવકે પરિણીતાને વીડિયો કોલ કરીને બીભત્સ માગણીઓ કરીને સ્ક્રીન રેકો‹ડગ કર્યું હતું. ઉપરાંત પૈસાની માગણી કર્યા બાદ યુવતીના પતિ, સસરાને પણ ફોટા વાયરલ કર્યા હતા. આ મામલે સરખેજ પોલીસે તપાસ કરી ઓડિશાના કિશોર બિજયકુમાર વસંત મોહંતીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને અમદાવાદ ગ્રામ્યમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યાે છે.

સરખેજ પોલીસે પરિણીતાના ફોટા, વીડિયો વાયરલ કરી ધમકી આપી ખંડણી માગવાના કેસમાં ઓડિશાના કિશોર બિજયકુમાર મોહંતીને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કર્યાે હતો. જ્યાં સરકારી વકીલ ધીરુ પરમારે કોર્ટને જણાવ્યું હતું કે, સરખેજ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય યુવતીને જાન્યુઆરી માસમાં રીષભ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો. રીષભે કહ્યું કે, તે મુંબઇમાં રહીને મોડેલિંગનું કામકાજ કરે છે તેમ કહીને યુવતીની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું.

બાદમાં રીષભે મુંબઇમાં મોડેલિંગમાં, સ્ટોરી એડિટર અને સ્ટોરી ટેલિંગ ઇન એફએમમાં કામ આપવાની લાલચ આપીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં રીષભ અવાર નવાર
વોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ કરીને બીભત્સ માગણીઓ કરતો હતો. યુવતી રીષભની માગણીઓ પૂરી કરી હતી. અંતે કંટાળીને યુવતીએ માગણીઓ સ્વીકારવાનું બંધ કરી દેતા રીષભે વીડિયો કોલનું સ્ક્રીન રેકો‹ડગ પતિ સહિત સંબંધીઓને વોટ્‌સએપ પર મોકલી દીધું હતું.

આટલુ જ નહીં, યુવતીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખરાબ લખાણ લખ્યું હતું. આ ઉપરાંત, રીષભે ધમકીઓ આપીને યુવતી પાસે અવાર નવાર પૈસા પણ પડાવીને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી કંટાળીને યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યાે હતો. આરોપી પાસે મોબાઈલ અને લેપટોપ કબજે કરવાનું છે. આરોપીએ અન્ય મહિલાઓને બોગસ આઈડીથી ફસાવી હોય તેની તપાસ કરવાની છે. આરોપીને સાથે રાખીને તપાસ કરવાની હોવાથી ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યાે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.