Western Times News

Gujarati News

આવતાભવે પારણુ એવા ગુરુદેવ પુ. હેમવલ્લભસુરી મહારાજ સાહેબનાં દર્શને ગુજરાતના મુખ્યમંત્રી

*આજીવન આયંબિલધારી ૧૦૮૦૦ થી વધુ આયંબિલ તપસ્યા કરનારા પ. પૂ. હેમવલ્લભસુરી મ. સ. ના દર્શને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.*

ગરવી ગુજરાતના માણસા તાલુકા જીલ્લો ગાંધીનગર ના માણેકપુર ગામે ગિરનાર તીર્થધામ મીની ગિરનાર મધ્યે માણેકપુર ગામના કુલદીપક સહસાવન ગિરનાર તીર્થોધારક પ.પૂ. આચાર્ય હિમાંશુસુરી મહારાજ સાહેબના અત્યંત કૃપાપાત્ર

તથા યુગપ્રધાન આચાર્ય સંઘ પ. પૂ. પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબના શિષ્ય પ. પૂ. આચાર્ય ધર્મરક્ષિતસુરી મહારાજ સાહેબના શિષ્ય આજીવન આયંબિલ તપની ભીષ્મ પ્રતિજ્ઞાધારક પ. પૂ. આચાર્ય હેમવલ્લભસુરી મહારાજ સાહેબની દીર્ઘકાલીન તપશ્ચર્યા તથા સંયમ જીવનની વાતો સાંભળીને ગુણાનુંરાગી એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના દર્શન વંદનની ઈચ્છા થતા

તા. ૩૦.૫.૨૪ ના સવારે તેઓ શ્રી આચાર્ય ભગવાનના દર્શન વંદન કરી આશીર્વાદ લેવા પધાર્યા હતા. આચાર્ય મહારાજે તેઓશ્રીને મનુષ્ય ભવની દુર્લભતા જણાવીને મળેલી સત્તા અને શક્તિ દ્વારા વિશેષ સ્વરૂપે સમાજ કલ્યાણ અને આત્મા કલ્યાણ માટે પ્રબળ પુરુષાર્થ કરવા જણાવીને આશીર્વાદ આપ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીને પણ આ દર્શન વંદન પામી ધન્ય બન્યા હોવાની અનુભૂતિ થયેલ છે.

આચાર્ય ભગવંતને હાલ ૨૮ થી પણ વધુ વર્ષથી આયંબિલ તપની આરાધના માં ૯૮૦૦ ઉપરાંત આયંબિલ સાથે જીવનમાં કુલ ૧૦૮૦૦ થી વધુ આયંબિલ તથા લગભગ ૧૭૦૦ ઉપવાસની તપશ્ચર્યા થયેલ છે. તેઓશ્રીએ ગિરનારની ૩૫૭૦ થી વધુ વખત યાત્રા કરેલ છે.

આયંબિલ તપમાં દિવસમાં એક જ વખત બાફેલા ધાન્ય તથા લુખી રોટલી, ભાત વાપરી શકાય છે. જેમાં ઘી, દૂધ, દહીં, છાશ, તેલ, મિષ્ટાન, ફરસાણ,મરચા, મસાલા, શાકભાજી, ફ્રુટ, ડ્રાયફ્રુટ, ઠંડા પીણા વગેરે દરેક વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.