Western Times News

Gujarati News

વાત્રક નદીમાં ડૂબી ગયેલ કીડિયાદના આર્મી જવાનની અશ્રુભીની આંખે અંતિમ વિદાય

મૃતક આર્મી જવાનની પત્ની અને બે દીકરીએ છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) આર્મી જવાન તુલસીભાઈ ભગવાનભાઈ ભરવાડ શિકંદરાબાદ આર્મીમાં ફરજ બજાવતા હતા,ફરજ દરમિયાન મોત નિપજતા આર્મીએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી.

અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો માભોમની રક્ષા કરી રહ્યા છે માલપુર તાલુકાના કીડિયાદ ગામના તુલસીભાઈ ભગવાનભાઈ ભરવાડ આર્મીમાં ફરજ બજાવતા હતા બે દિવસ અગાઉ રજા ઘરે આવેલ આર્મી જવાન અસહ્ય ગરમીના પગલે મિત્રો સાથે માલપુરની વાત્રક નદીમાં નાહવા જતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી

મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોચી આર્મી જવાનની લાશને બહાર કાઢી હતી પરિવારજનો સહિત સગા-સંબંધીઓ સ્થળ પર પહોંચી આક્રંદ કરી મૂક્યું હતું માલપુર પોલીસે મૃતકની લાશને પીએમ કરાવી પરિવારજનોને સુપ્રત કરી હતી મૃતક આર્મી જવાનનું ફરજ દરમિયાન મોત નીપજતા આર્મીના જવાનો કીડિયાદ પહોંચી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

કીડિયાદના તુલસીભાઈ ભગવાનભાઈ ભરવાડ માં-ભોમની રક્ષા કરવા માટે આર્મીમાં જોડાયા હતા અને દેશમાં વિવિધ સ્થળે ફરજ બજાવી હાલમાં શિકંદરાબાદમાં આર્મી યુનિટમાં ફરજ બજાવી રહ્યા હતા બે દિવસ અગાઉ પરિવાર સાથે સમય ગાળવા તુલસીભાઈ ભરવાડ રજા લઈને આવ્યા હતા ગુરુવારે બપોરે મિત્રો સાથે વાત્રક નદીમાં નાહવા ગયા બાદ ઉંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું

મૃતક આર્મી જવાનના પગલે ભરવાડ સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી પરિવારજનોએ આર્મી વિભાગને જાણ કરતા તુલસીભાઈ ભરવાડ ફરજ દરમિયાન રજાઓમાં વતનમાં આકસ્મિક મોત થયું હોવાથી શુક્રવારે આર્મી અધિકારીઓ

અને જવાનો કીડિયાદ પહોંચી મૃતક આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરાઈ હતી પરિવારના આક્રંદથી આર્મી અધિકારીઓ અને જવાનોની આંખો ભીની થઈ હતી મૃતક આર્મી જવાનની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.