Western Times News

Gujarati News

CJI ચંદ્રચુડ બાદ સાત વર્ષમાં દેશને મળશે 8 મુખ્ય ન્યાયાધીશ

મોટાભાગના સીજેઆઈનો કાર્યકાળ છ મહીનાથી ઓછા સમયનોઃ જસ્ટીસ નાગરત્ના બનશે દેશનાં પહેલાં મહિલા સીજેઆઈ

(એજન્સી)નવીદિલ્હી, દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ ચાલુ વર્ષે ૧૦મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહયા છે. તેમણે દેશમાં પ૦માં સીજેઆઈ તરીકે ૯ નવેમ્બર, ર૦રરના રોજ કાર્યકાળ સંભાળ્યો હતો.

જસ્ટીસ ચંદ્રચુડ બાદ જસ્ટીસ સંજીવ ખન્ના દેશના આગામી સીજેઆઈ બનશે. જો કે તેઓ છ મહીના બાદ જ નિવૃત્ત થઈ જશે. તેમની બાદ પણ ઘણા ચીફ જસ્ટીસ આવશે જેઓ છ મહીના પહેલા નિવૃત્ત થઈ જશે. આવી રીતે આગામી સાત વર્ષમાં દેશને કુલ આઠ સીજેઆઈ મળવા જઈ રહયા છે. જેમાં મોટાભાગનાને કાર્યકાળ બે વર્ષથી ઓછો રહેવાનો છે.

જસ્ટીસ સંજીવ ખન્નાઃ સીજેઆઈ ચંદ્રચુડ બાદ સંજીવ ખન્ના ૧૧ નવેમ્બર ર૦ર૪ના દેશના પ૧માં સીજેઆઈ તરીકે પદ ગ્રહણ કરશે. તેમનો કાર્યકાળ છ મહીનાના રહેશે. ૧૩ મે, ર૦રપના રોજ સેવાનિવૃત્ત થઈ જશે.

જસ્ટીસ બીઆર ગવઈ પરમાર મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ ૧૪ મે, ર૦રપના રોજ સીજેઆઈ પદના શપથ લેશે. જસ્ટીસ ગવઈનો કાર્યકાળ પણ છ મહીનાનો રહેશે અને તેઓ ર૩ નવેમ્બર ર૦રપ સુધી જવાબદારી સંભાળશે.

જસ્ટીસ સૂર્યકાંત જસ્ટીસ ગવઈની નિવૃત્તિ બાદ જસ્ટીસ સૂર્યકાંતે ર૩માં મુખ્ય ન્યાયધીશ બનશે. તેઓનો કાર્યકાળ એક વર્ષ અને બે મહીનાનો હશે અને ૯ ફેબ્રુઆરી ર૦ર૭ના રોજ નિવૃત્ત થશે.

જસ્ટીસ વિક્રમનાથઃ જસ્ટીસ સૂર્યકાંતની સેવાનિવૃત્તિ બાદ જસ્ટીસ વિક્રમનાથ પ૪માં સીજેઆઈ હશે તેઓના કાર્યકાળ પણ નાનો રહેશે. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૭થી ર૩ સપ્ટેમ્બર ર૦ર૭ના સાડા સાત મહીના સીજેઆઈ તરીકેની જવાબદારી સંભાળશે.

જસ્ટીસ બીવી નાગરત્નાઃ
જસ્ટીસ વિક્રમનાથ બાદ જસ્ટીસ નાગરત્ન ર૪ સપ્ટેમ્બર ર૦ર૭ના મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ આ પદ પર પહોચનારા દેશના પહેલાં મહીલા હશે. એટલે કે પહેલા મહીલા સીજેઆઈ બનશે. જો કે તેઓએ કાર્યકાળ માત્ર ૩૬ દિવસનો રહેશે.

જસ્ટીસ પીએસ નરસિમ્હા
જસ્ટીસ નાગરત્ના બાદ જસ્ટીસ નરસિમ્હા પ૬માં મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓને ૩૦ ઓકટોબર ર૦ર૭ના શપથ લેશે અને છ મહીનાથી પણ ઓછા સમયમાં નિવૃત્ત થશે.

જસ્ટીસ જે.બી પારડીવાલા
જસ્ટીસ નરસિમ્હા બાદ જેબી પારડીવાલા દેશના પ૭માં મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ ત્રીજી મે ર૦ર૮નાપદના શપથ લેશે. તેમનો કાર્યકાળ બે વર્ષ ૩ મહીનાનો હશે. તેઓ ૧૧ ઓગષ્ટ ર૦૩૦ સુધી સીજેઆઈ તરીકે રહેશે.

જસ્ટીસ કેવી વિશ્વનાથન
જસ્ટીસ પારડીવાલા બાદ જસ્ટીસ વિશ્વનાથન આગામી સીજેઆઈ બનશે. તેઓ ૧ર ઓગષ્ટ ર૦૩૦ ના શપથ લેશે અને કાર્યકાળ ૯ મહીનાથી લાંબો ચાલશે. તેઓ રપ મે, ર૦૩૧ ના રોજ પદ ઉપરથી નિવૃત્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.