Western Times News

Gujarati News

ગુજરાત સ્થિત એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સનો રૂ.87.02 કરોડનો  SME IPO 3 જૂને બંધ થશે

એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઈ આઇપીઓ બિડિંગ 3 જૂન, 2024 ના રોજ બંધ થશે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર, 4 જૂન, 2024 ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે, જેમાં આશરે લિસ્ટિંગ તારીખ 6 જૂન 2024,ગુરુવાર નક્કી કરવામાં આવી છે.
એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ ની પ્રાઇસ બેન્ડ રૂ. 153 થી રૂ. 161 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ 800 શેર છે. રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા જરૂરી રોકાણની મિનિમમ રકમ રૂ. 128,800 છે. HNI માટે મિનિમમ લોટ સાઇઝનું રોકાણ 2 લોટ (1,600 શેર) છે જેની રકમ રૂ. 257,600 છે.
હેમ સિક્યોરિટીઝ લિમિટેડ એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટે હેમ ફિનલીઝ એ માર્કેટ મેકર છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.