Western Times News

Gujarati News

આ રાજ્યમાં BJP અને કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શક્યા: SKMના પ્રેમ સિંગ સરકાર બનાવશે

સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને પવન કુમાર ચામલિંગના સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે સ્પર્ધા હતી. જોકે સત્તારુઢ એસકેએમએ ૩૨ બેઠકો ધરાવતી સિક્કિમની વિધાનસભામાં ૩૧ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એસડીએફના SDF ખાતામાં એક બેઠક આવી છે. Sikkim Chief Minister Prem Singh Tamang called on the Governor of Sikkim

સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ના નેતા પ્રેમ સિંહ તમાંગે રેનોક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. તમંગે સોમનાથ પૌડ્યાલને 7,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ૧૪૬ ઉમેદવારોમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ, પૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા અને ભાજપના નરેન્દ્ર કુમાર સુબ્બાનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની એસકેએમએ ૧૭ બેઠકો જીતી હતી, જ્યારે એસડીએફને ૧૫ બેઠકો મળી હતી.

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ: ભાજપને કુલ ૪૬ બેઠકો મળી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને ૫, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ૩, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)ને ૨ અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી છે,

જ્યારે અપક્ષ પણ ૩ બેઠક જીત્યા છે. એનસીપીએ અહીં મજબૂત પ્રદર્શન કર્યું હોય તેવું લાગે છે. એટલે જ તેણે કોંગ્રેસ કરતાં પણ વધુ ૨ બેઠકો અહીં જીતી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં બહુમતીનો આંકડો ૩૧ બેઠકોનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.