Western Times News

Gujarati News

ભારતીય AI સ્ટાર્ટઅપ Jivi વિશ્વના નંબર વન તરીકે ઊભરી આવ્યું, OpenAI અને ગૂગલને મ્હાત કરે છે

  • ઓપન મેડિકલ એલએલએમ લીડરબોર્ડ પર Jivi MedX વિશ્વભરમાં પહેલા સ્થાનેGPT-4 અને Med-PaLM2 ને પણ પાછળ રાખ્યા
  • Jivi નું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં તેની એઆઈ હેલ્થકેર પ્રોડક્ટ લોન્ચ કરવાનું છે

ભારત, ભારતપેના ભૂતપૂર્વ ચીફ પ્રોડક્ટ ઓફિસર અંકુર જૈન અને રેડ્ડી વેન્ચર્સના ચેરમેન જીવી સંજય રેડ્ડી દ્વારા સહસ્થાપિત ભારતીય હેલ્થકેર એઆઈ સ્ટાર્ટઅપ Jivi દ્વારા વિકસાવાયેલું પર્પઝ-બિલ્ટ મેડિકલ લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ) ઓપન મેડિકલ એલએલએમ લીડરબોર્ડ પર પહેલા સ્થાને આવ્યું છે. Jiviના એલએલએમ Jivi MedX એ લીડરબોર્ડની નવ બેન્ચમાર્ક કેટેગરીમાં 91.65ના એવરેજ સ્કોર સાથે ઓપનએઆઈના GPT-4 અને ગૂગલના Med-PaLM 2 સહિતના સ્થાપિત એલએલએમને પાછળ રાખી દીધા છે. Indian AI Startup Jivi Emerges as World’s Number 1, Beating OpenAI and Google

અગ્રણી એઆઈ પ્લેટફોર્મ હગિંગ ફેસ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને ઓપન લાઇફ સાયન્સ એઆઈ દ્વારા યોજાયેલા લીડરબોર્ડમાં એક્ઝામ અને રિસર્ચના મેડિકલ પ્રશ્નોના જવાબ આપવામાં તેમની કામગીરીના આધાર પર મેડિકલ-સંબંધિત એલએલએમને રેન્ક અપાય છે. આ મૂલ્યાંકનમાં ભારતની મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (એઈમ્સ અને નીટ), યુએસ મેડિકલ લાઇસન્સ એક્ઝામ (યુએસએમએલઈ) જેવી મેડિકલ એક્ઝામ અને ક્લિનિકલ નોલેજ, મેડિકલ જિનેટિક્સ તથા પ્રોફેશનલ મેડિસીનમાં વ્યાપક આકારણી જેવા મૂલ્યાંકને આવરી લેવાય છે.

“JIVI એ જનરેટિવ એઆઈ દ્વારા પ્રાથમિક આરોગ્યસંભાળમાં ક્રાંતિ લાવી રહ્યું છે, જે ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ કક્ષાની ક્વોલિટી કેરને 24/7 સુલભ બનાવે છે. JIVI ખાતે અમારું મિશન દર્દીની સંભાળને વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું છે. અમારું પ્લેટફોર્મ નિદાનને વેગ આપે છે અને ઉચ્ચ ચોક્સાઇ સુનિશ્ચિત કરે છે જેનાથી બધા માટે સમયસર અને ચોક્કસ સારવાર શક્ય બને છે” એમ JIVIના સહ-સ્થાપક અને સીઈઓ અંકુર જૈને જણાવ્યું હતું.

JIVI હાલમાં ફિઝિશિયન્સ, સર્જન્સ, એઆઈ એન્જિનિયર્સ અને ડેટા સાયન્ટિસ્ટ્સની 20 સભ્યોની ટીમ સાથે કામ કરે છે. તે વૈશ્વિક સ્તરે હેલ્થકેરની સુલભતા, કિફાયતીપણા અને ગુણવત્તામાં પરિવર્તન લાવવા માટે ટેકનોલોજી વિકસાવી રહી છે.

“ભારતીય કંપની માટે આ એક અનેરી સિદ્ધિ છે. JIVIમાં અમારું મિશન વૈશ્વિક સ્તરે દરેકને સર્વશ્રેષ્ઠ હેલ્થકેર પૂરી ઉપલબ્ધ કરાવવાનું છે. અમારું એલએલએમ વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ હોવાના કારણે અમને ખૂબ જ ગર્વ અને આત્મવિશ્વાસ મળે છે કારણ કે અમે JIVIને એક અબજથી વધુ લોકો સમક્ષ લઈ જવાની તૈયારી કરીએ છીએ” એમ JIVIના સહ-સ્થાપક અને અધ્યક્ષ જીવી સંજય રેડ્ડીએ જણાવ્યું હતું.

JIVI તેના JIVI MedX LLMને તાલીમ આપવા માટે લાખો મેડિકલ રિસર્ચ પેપર, જર્નલ્સ, ક્લિનિકલ નોટ્સ અને અન્ય સ્ત્રોતો ધરાવતા તેના પોતાના વિશાળ મેડિકલ ડેટાસેટનો ઉપયોગ કરે છે. આ ડેટાસેટ વિશ્વના સૌથી મોટા ડેટાસેટમાંનો એક છે. JIVI MedX ને ઓડ્સ રેશિયો પ્રેફરન્સ ઓપ્ટિમાઇઝેશન (ઓઆરપીઓ) નામની ઇન્સ્ટ્રક્શન ફાઇન-ટ્યુનિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.