Western Times News

Gujarati News

બંગાળમાં ૧૯ જૂન સુધી કેન્દ્રીય દળોની ૪૦૦ કંપનીઓ તૈનાત રહેશે

બંગાળમાં ચૂંટણી પછી સતત હિંસાને જોતા ચૂંટણી પંચે કેન્દ્રીય દળોની લગભગ ૪૦૦ કંપનીઓના સ્ટેને ૧૯ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ બંગાળ,પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અને પછી થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક મોટું પગલું ભર્યું છે. રવિવારે ચૂંટણી પંચે કેન્દ્રીય દળોની લગભગ ૪૦૦ કંપનીઓના સ્ટેને ૧૯ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાંથી મતદાન પછીની હિંસાના અહેવાલો આવી રહ્યા છે.

આને ધ્યાનમાં રાખીને, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રવિવારે કેન્દ્રીય દળોની લગભગ ૪૦૦ કંપનીઓના સ્ટેને ૧૯ જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યાે.તેમણે કહ્યું કે ચૂંટણી પછી પશ્ચિમ બંગાળની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ECIના આ નિર્ણય બાદ હવે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો મુખ્યત્વે સંવેદનશીલ વિસ્તારોમાં ૧૯ જૂન સુધી રહેશે જેથી કાયદો અને વ્યવસ્થા બગડે નહીં.હાલમાં જ બંગાળના નાદિયામાં ભાજપના એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પીડિત બીજેપી કાર્યકરના પરિવારે દાવો કર્યાે છે કે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે તે તાજેતરમાં જ ભાજપમાં જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી અને પીડિતા બંને ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મુખ્ય આરોપીની ઓળખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.તે જ સમયે, છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા, પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં ચૂંટણી દુશ્મનાવટના કારણે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટો પર ૭ તબક્કામાં મતદાન થયું હતું. વોટિંગ પછીના એક્ઝિટ પોલે મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર એનડીએને ૨૬થી ૩૧ બેઠકો મળવાની ધારણા છે. ટીએમસીને ૧૧ થી ૧૪ બેઠકો મળવાની ધારણા છે અને ઈન્ડિયા બ્લોકને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.