Western Times News

Gujarati News

વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં જોડાતા પહેલાં સુનિલે સંજયની સલાહ લીધી

હેલ્થ ઇશ્યુના કારણે સંજયે છોડી દીધી હતી

સુનિલ શેટ્ટી તેની માચો ઇમેજ અને ‘હેરા ફારી’, ‘ફિર હેરા ફેરી’, ‘આવારા પાગલ દિવાના’, ‘વન ટુ થ્રી’, ‘દે ધનાધન’ જેવી ફિલ્મો માટે જાણીતો છે

મુંબઈ,સુનિલ શેટ્ટી તેની માચો ઇમેજ અને ‘હેરા ફારી’, ‘ફિર હેરા ફેરી’, ‘આવારા પાગલ દિવાના’, ‘વન ટુ થ્રી’, ‘દે ધનાધન’ જેવી ફિલ્મો માટે જાણીતો છે. તાજેતરમાં જ તે ‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ સાથે જોડાઈ રહ્યો હોવાના સમાચાર વહેતાં થયાં હતાં. એવું પણ કહેવાતું હતું કે સંજય દત્તે જે રોલ છોડી દીધો તે રોલ સુનિલ શેટ્ટી કરશે અને સુનિલ શેટ્ટીનો રોલ હવે જેકી શ્રોફ કરશે. આ ફિલ્મ સાથે જોડાયેલાં એક સ્ત્રોતે અમને જણાવ્યું કે ખરેખર શું થયું છે.

તેણે કહ્યું, “હવે જ્યારે ‘આવારા’ અને ‘હેરાફેરી’ની સીકવ્લ પર પ્લાન ચાલી રહ્યો છે, તો સુનિલ શેટ્ટીએ એક ચોક્કસ રોલ પસંદ કર્યાે હતો જે આખરે જેકી શ્રોફને મળ્યો. તો જ્યારે સંજય દત્તે ફિલ્મ છોડી દીધી તો અહેમદ અને ફિરોઝ નડિયાદવાલાએ સુનિલ શેટ્ટીને પૂછયું કે જો તે સંજય દત્તનો આ રમુજી ડોનનો રોલ કરી શકે તો.

પોતાની જૂની મિત્રતા અને મિત્રોના પ્રેમને ખાતર સુનિલ શેટ્ટી આ રોલ માટે માની ગયો. એટલું જ નહીં, સુનિલે પોતાના જૂના મિત્ર સંજય દત્ત સાથે પણ ચર્ચા કરી કે તે આ રોલ કરે તો સંજયને કોઈ વાંધો તો નથી ને, જ્યારે સંજય દત્તે પણ સહમતિ આપી ત્યારે સુનિલ શેટ્ટીએ આ રોલ માટે મંજુરી આપી હતી.” અમારા સ્ત્રોત દ્વારા એવું પણ જાણવા મળ્યું કે સુનિલ આ બહિ જ ચેલેન્જિંગ રોલ માટે ઉત્સ્તુક જ નહીં પણ ખુશ પણ છે કે તેને જે સ્વૅગ અને ફ્લેમબાયન્સ પાત્રનો રોલ મળ્યો હતો તે હવે જેકી શ્રોફ કરે છે, જે પહેલાંથી જ જેકીને જ મળવો જોઈતો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમારથી લઇને પરેશ રાવલ, રવિના ટંડન, લારા દત્તા, દિશા પટણી, તુષાર કપુર અને શ્રેયસ તળપદે સુધીની ખુબ મોટી સ્ટાર કાસ્ટ છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.