Western Times News

Gujarati News

ગુજરાતની લોકસભાની ૨૫ અને વિધાનસભાની ૫ બેઠકો માટે આજે મતગણતરી

પ્રતિકાત્મક

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ, લોકસભઆની ગુજરાતની કુલ ૨૬ બેઠકો પૈકી સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લેતાં હવે આવતીકાલે મંગળવારના રોજ ૨૫ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાવી છે. આ માટે ચૂંટણી પંચે પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે.

ત્યારે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પરિણામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતભરની તમામ બેઠકો પર રિઝલ્ટ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતગણતરી વિશે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ માહિતી આપી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં ૨૬ મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.

રાજ્યના ૨૬ મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે ૫૬ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૭૫ મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ૬૧૫ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ઓબ્ઝર્વરસ પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.

મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્‌સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે; માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે. ગુજરાત લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૪ની આવતીકાલે પરિણામ જાહેર થશે.

ત્યારે લોકસભાની ૨૬ બેઠક અને વિધાનસભાની ૫ બેઠક, જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદર બેઠક પર આવતીકાલે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. એને લઈને તમામ કાઉન્ટિંગ સેન્ટર પર સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ મતગણતરીને લઈ ગુજરાત ચૂંટણીપંચના સીઇઓ પી. ભારતીએ જણાવ્યું હતું કે ૨૬ કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે, જેમાં આણંદ ખાતે ૨ ગણતરી સેન્ટર છે, જેમાં ૫૬ ઓબ્ઝર્વર, ૩૦ રિર્ટનિંગ ઓફિસર, ૧૭૫ મદદનીશ રિર્ટનિંગ ઓફિસર, આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ઈ્‌ઁઁજી માટે ૬૧૫ એડિશનલ રિર્ટનિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. આ ૫૬ તમામ ઓબ્ઝર્વર પોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા છે તેમજ જેને અધિકાર પત્ર આપ્યો છે તે મીડિયાકર્મી જ પ્રવેશી શકશે.

મતગણતરી સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવાર, ઉમેદવાર એજન્ટ, ચૂંટણી એજન્ટ સિવાય કોઈ મતગણતરી સેન્ટરમાં પ્રવેશી શકશે નહીં. મોબાઈલ લઈ જવા માટે પૂર્વ મંજૂરી હશે તો જ લઈ જઈ શકશે. મતગણતરી સેન્ટરમાં ક્યાંય ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. સચિવાલય ખાતે બ્લોક ૧ના ચોથા માળે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

૩૬ જેટલી ફરિયાદ કરાઈ હતી, જેનો લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થવાની છે. બંને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહીવટી તંત્રનો સ્ટાફ હાલ કામે લાગી ગયો છે. મતગણતરી કેન્દ્ર પર તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

આવતીકાલે વહેલી સવારે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાંથી મતગણતરી કેન્દ્ર પર લાવવામાં આવશે. શહેરનાં બંને મતગણતરી કેન્દ્ર એવાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરીને લઈને બંને જગ્યાએ ગેટની બહાર પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને પરમિશન વિના એન્ટ્રી આપવામાં આવતી નથી. મતગણતરી રૂમ સુધી પહોંચવા માટે અલગ લેયર ઊભા કરવામાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.