Western Times News

Gujarati News

ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા પડેલા અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા

પ્રતિકાત્મક

સ્થાનિક તરવૈયાઓ એ એકને બચાવી લીધો જ્યારે ત્રણ મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત

(પ્રતિનિધિ) નડિયાદ, અમદાવાદ થી ગળતેશ્વર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે પિકનિક મનાવા માટે દર રવિવારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ગઈકાલે અમદાવાદથી નવ મિત્રો ભેગા થઈને આવ્યા હતા અને નદીના નિર માં નાહવા પડ્‌યા તે વખતે કેટલાક મિત્રો ડૂબવા લાગ્યા હતા

જોકે કેટલાક બહાર નીકળ્યા તો ત્રણ મિત્રો ઉડા પાણીમાં આગળ તણાઈ જતા તેમના મોત થતાં હતા ગઈકાલે એક અને આજે બે મિત્રોની લાશો નદીમાંથી મળી આવી છે આ બનાવની જાણ પરિવારજનોને થતા તેમના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં મહીસાગર નદીના કિનારે આવી ચડ્‌યા હતા

મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા ૯ જેટલા મિત્રોનું ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં આવેલ હતું. આ દરમિયાન આ ગ્રુપના કેટલાક સભ્યો ગળતેશ્વર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. જે પૈકી ગ્રૂપનો એક સભ્ય મહીસાગર નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઉપરાંત એક ઇસમને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો હતો. તેમજ ઊંડા પાણીમાં તણાઈ ગયેલા ત્રણ પૈકી ગતરોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાણીમાં લાપતા બનેલા અન્ય બે ના મૃતદેહો મળી આવ્યા ના હતા. મોડી રાત સુધી તેની શોધ ખોળ હાથ ધરી હતી આજે બે લાશો મળી આવી છે સેવાલીયા પોલીસે બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે રવાના કર્યા છે.

પોલીસે કિરીટ ચાવડા (રહે.સુખીની મુવાડી, ગળતેશ્વર)ની જાણના આધારે અપમૃત્યુની નોધ કરી છે. પોલીસ તપાસમાં ગતરોજ જે મૃતકનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ નહોતી. જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ આજે મળી આવતાં પોલીસે ઓળખ પરેડ કરતા મરણજનાર હિતેશભાઈ મહેશભાઈ ચાવડા (ઉ.વ.૩૯, રહે.ખોખરા, અમદાવાદ) અને અન્ય સુનિલ કુશવાહ (રહે.વટવા, અમદાવાદ)નો માલૂમ પડ્‌યો છે પ્રથમ લાશ મળી હતી

તે વ્યક્તિનું નામ વાઘેલા (રહે.અમદાવાદ) હોવાનું જાણવા મળે છે આ બનાવની જાણ મરનારના સ્નેહી સંબંધી ને થતા તેઓ મહીસાગર નદીના કિનારે દોડી આવ્યા હતા અને પોતાના સ્વજન સાથે બનેલી ઘટનાને લઇ ચૌધાર આંસુએ રડતા હતા દ્રશ્યો ખૂબ જ ગમગીની બની ગયા હતા

આ બનાવ સંદર્ભે સેવાલીયા પીએસઆઇ એમ.એચ.રાવલનો સંપર્ક કરાતા તેમણે કહ્યું કે, તીવ્ર ગરમી હોય ગતરોજ આ ગ્રુપના લોકો બે જુદીજુદી રીક્ષામાં બેસી અમદાવાદથી ગળતેશ્વર આવ્યા હતા. જ્યાં ૪ મિત્રો નાહવા નદીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ઘટના બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.