Western Times News

Gujarati News

ડાંગ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો

(એજન્સી)ડાંગ, ડાંગ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. મોટા જીંજુડા, પીઠવડી, સેંજળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધારી-ખાંભાના ધારગણી, અનીડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી. ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ ૮ ૯ જૂને રાજ્યમાં વરસાદ પડશે.

હવામાન વિભાગ અનુસાર ૮ તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે ૯ તારીખે પંચમહાલ, દાહોદ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન નિભાગ અનુસાર અમદાવાદમાં બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમા ૪૧.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું અગાઉના ચાર પ્રસંગોએ ૨૦૧૭, ૧૯૯૭, ૧૯૯૫ અને ૧૯૯૧ માં એક સાથે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.