Western Times News

Gujarati News

‘NDA’ કે ‘INDI-એલાયન્સ’? આજે ફેંસલો

સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશેઃ દેશભરમાં ઉત્તેજનાનો માહોલ

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે એટલે કે ૪ જૂને સવારે ૫૪૩ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. સૌથી મોટા મુકાબલાનું પરિણામ આવવામાં હવે ફક્ત થોડા કલાકો જ બાકી છે. લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીનો દિવસ હવે થોડા જ ડગલાં દૂર છે. કોની મહેનત સફળ થશે અને

કોની મહેનત એળે જશે તે જાણવા માટે આવતીકાલે એટલે કે ૪ જૂન ૨૦૨૪ના રોજ મંગળવાર પર તમામ રાજકીય પક્ષો સહિત સમગ્ર દેશની નજર રહેલી છે. ૪ જૂને સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા અટકળોનું બજાર ગરમ છે. ગામડાઓ અને શહેરોના ખૂણે ખૂણેથી માંડીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર દરેક જણ એકબીજાને પૂછી રહ્યા છે. દેશમાં કોણ સત્તા પર આવી રહ્યું છે?

જોકે, અત્યારે તો તમામ લોકો પાસે એÂક્ઝટ પોલના ડેટાના આધારે જવાબ મળેલો જ છે. પરંતુ તેનો અસલી જવાબ મંગળવારે દેશને મળશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી, જે ૧૯ એપ્રિલથી શરૂ થઈ હતી અને ૧ જૂનના રોજ પૂરી થઈ હતી. જ્યારે એÂક્ઝટ પોલ મુજબ ભાજપની આગેવાનીમાં દ્ગડ્ઢછ વિજયની હેટ્રિક લગાવી રહ્યો છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

જોકે, એÂક્ઝટ પોલ દરેક વખતે સાચા પણ નથી હોતાં એટલે ૪ જૂનનો દિવસ વધારે મહત્વનો બની રહેવાનો છે. ભાજપે આ વખતે ૪૦૦ પારનો લક્ષ્યાંક રાખ્યો હતો. એÂક્ઝટ પોલમાં તેને ૩૫૦થી વધુ બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેમ છતાં તે ૪૦૦ને પાર પહોંચે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના ગઠબંધનનું કહેવું છે કે એÂક્ઝટ પોલ ગમે તે કહે પરંતુ ભાજપ આ વખતે હારશે અને દેશમાં સત્તા બદલાશે.

પરિણામો પહેલા એÂક્ઝટ પોલનો જાહેર કરવામાં આવ્યા હતા. એÂક્ઝટ પોલ દ્વારા સર્વેના આધારે અંદાજ લગાવવામાં આવે છે કે દેશમાં કયો પક્ષ જીતશે અને કઈ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. વિવિધ એજન્સીઓના એÂક્ઝટ પોલ ફરી એકવાર કેન્દ્રમાં એનડીએ સરકારની વાપસીનું સૂચન કરી રહ્યા છે. મેટ્રિસે ઉત્તર પૂર્વ ભારતના એÂક્ઝટ પોલ જાહેર કર્યા છે. પૂર્વોત્તર ભારતની આંતરિક મણિપુર બેઠક કોંગ્રેસના ખાતામાં જતી જોવા મળી રહી છે જ્યારે બાહ્ય મણિપુર લોકસભા બેઠક એનપીએફના ખાતામાં જતી જોવા મળી રહી છે.

અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકો ફરી એકવાર ભાજપ પાસે જતી જોવા મળી રહી છે. આ સિવાય મિઝોરમ સીટ ઝેડપીએ, મેઘાલયની તુરા અને શિલોંગ સીટ એનપીપી, નાગાલેન્ડ સીટ એનડીપીપી અને સિક્કિમ સીટ એસડીએફને જતી જોવા મળી રહી છે. જો આસામની વાત કરીએ તો અહીં ૧૪ સીટોમાંથી ૯ સીટો ભાજપના ખાતામાં અને ત્રણ સીટો કોંગ્રેસના ખાતામાં જતી જોવા મળી રહી છે.

આ સિવાય કોકરાઝાર સીટ યુપીપીએલ અને બરપેટા સીટ એજીપી પાસે જઈ શકે છે. લોકસભા ચૂંટણીને લઈને વિવિધ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા જાહેર કરવામાં આવેલા એÂક્ઝટ પોલમાં એનડીએને સંપૂર્ણ બહુમતી મળતી જોવા મળી રહી છે.

એÂક્ઝટ પોલના ડેટા અંગે, સરકારના કેટલાક નેતાઓ દાવો કરે છે કે આ એÂક્ઝટ પોલ સચોટ સાબિત થશે, જ્યારે કેટલાક નેતાઓનો દાવો છે કે ૪ જૂને પરિણામ જાહેર થયા બાદ એનડીએની બેઠકો વધુ વધશે. બીજી તરફ વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.