Western Times News

Gujarati News

પાણીની ટાંકીમાં તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા લોકોના જીવ તાળવે ચોંટયા

ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેવો લોકોને ભય-મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ 

(પ્રતિનિધિ)ભરૂચ, રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધારવાનું નામ લેતું ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ શહેરના સોનેરી મહેલ નજીકની લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરીત બની છે

અને પાણીની ટાંકીમાં પડેલી તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં તેને દૂર કરવામાં નહિ આવતા ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેઓ ભય ઉભો થયો છે.પરંતુ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે.પાણીની ટાંકી જર્જરીત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં આવી પણ છે નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડો વાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.

જેના કારણે જર્જરી પાણીની ટાંકીની તિરાડો માંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાના કારણે પણ પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા ૧૦૦ થી વધુ મકાનના લોકોના જીવનું જોખમ ઉભું થાય તેવો ભય ઉભો થયો છે.

જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતાર્યા છે અને જર્જરીત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટે માંગ કરવામાં આવી છે અને જો પાણીની ટાંકી જર્જરિત ઘસી પડે અને કોઈનો જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેઓ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની પાણીની ટાંકી અત્યંત જર્જરીત હોય સાથે તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકાના વોટર વર્કસ ના ચેરમેન ભીખીબેન જાદવ આ જ વિસ્તારમાં રહે છે.ત્યારે સવાલ એ છે કે શું તેમને જર્જરિત ટાંકી અને તેમાં પડેલી તિરાડો ધ્યાનમાં નહિ હોય કે પછી માત્ર ઘરેથી ચેરમેનની ઓફિસમાં બેસી પાછા ઘરે પરત ફરવાની વૃત્તિ ધરાવી રહ્યા છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.