Western Times News

Gujarati News

બાળકો પર સોશિયલ મીડિયાની નેગેટિવ અસરથી એશા ચિંતિત

એશાની ફિલ્મ ‘યુવા’ને હમણાં જ ૨૦ વર્ષ થયાં છે

એશાએ કહ્યું કે સોશિયલ મીડિયા પરના સમાચાર તેના બાળકોના મન પર ઊંડી અસર કરે છે

મુંબઈ,એશા દેઓલ સોશિયલ મીડિયા પર બહુ મર્યાદિત સમય વિતાવે છે. તાજેતરમાં જ તેણે આ અંગે કેટલીક સ્પષ્ટતા કરી હતી કે કઈ રીતે સોશિયલ મીડિયા પરની કમેન્ટ્‌સ અને લોકોના અભિપ્રાયો ઘણી વખત તેને કેટલી અસર કરે છે. તેણે કહ્યું હતું કે કેટલાંકથી પ્રેરણા મળે છે અને કેટલાંક નગેટિવ અસર કરે છે. આ ઇન્ટરવ્યૂમાં એશાએ જણાવ્યું કે ક્યારેક તે સોશિયલ મીડિયાથી દૂર રહેવા મજબુર થઈ જાય છે. જ્યારે એશાને પૂછવામાં આવ્યું કે તેને સોશિયલ મીડિયાની કમેન્ટ્‌સથી કોઈ ફરક પડે છે કે નહીં, તેના જવાબમાં તેણે કહ્યું હતું, “બિલકુલ, તે અંદર સુધી ઉતરી જાય છે.”

એશાએ એવું પણ કહ્યું કે ક્યારેક સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી પણ હોય છે, પણ ઘણી વખત તે તમને દુઃખી કરી દે છે. તમે પોતે આ કૅરિઅર પસંદ કરી છે અને તમે આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છો તો તમારે જ મેનેજ કરવું પડશે અને તમારે જ તેની સાથે ડીલ કરતાં શીખવું પડશે. એશાને એ પણ ચિંતા છે કે આ સમાચાર તેના બાળકો સુધી કઈ રીતે પહોંચે છે. કારણ કે તેઓ હજુ ઘણા નાનાં છે. એશાની ફિલ્મ ‘યુવા’ને હમણાં જ ૨૦ વર્ષ થયાં છે. તેને સેલિબ્રેટ કરવા માટે એશાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ પણ લખી હતી.

તેણે લખ્યું, “મની સર તમે જાદુ છો. તમારી સાથે તમિલ અને બંને ફિલ્મમાં કામ કરવું, એક કલાકાર તરીકે તમે ડિરેક્ટ કરો તે મારા માટે અતિશય આનંદ, ખુબ સંતોષકારક અને જાણે સપનું સાકાર થતું હોય તેવી બાબત છે. મારા બંને કો સ્ટાર અજય દેવગન અને સૂર્યા સાથ કામ કરવું પણ ઉત્તમ અને અદ્દભુત હતું. મને યાદ છે કે એ વખતે હું પહેલી વખત અજય સાથે કામ કરતી હતી અને હું અને મણી સર સીન વિશે કોઈ ચર્ચા કરવા માટે કેવી રીતે તમિલમાં વાતો કરતાં અને અજયને થતું કે આ બધું શું બોલે છે આ લોકો! મને જે રીતે યાદ છે તે રીતે સૂર્યા આમ ઘણો ઓછા બોલો પણ જેવો કૅમેરા ચાલુ થાય કે તરત અમે બંને જાણે ફૂલ એનર્જીમાં અને પાત્રોની લાઈફમાં ખોવાઈ જતાં હતાં. મને વિશ્વાસ નથી થતો કે એ વાતોને ૨૦ વર્ષ વીતી ચૂક્યા છે અને હું એ બે અદ્ધભૂત ફિલ્મનો ભાગ હતી.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.