Western Times News

Gujarati News

અદાણી One- ICICI બેંકે એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

વિઝાના સહયોગથી શરૂ થનાર આ કાર્ડ્સની નોંધપાત્ર પુરસ્કારોની ઓફર

અમદાવાદ,જૂન 3, 2024: અદાણી વન અને ICICI બેંકે આજે વિઝા સાથે સહયોગમાં એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતના સૌ પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રસ્તુત કર્યા છે. અદાણી વન ICICI બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડ અને અદાણી વન ICICI બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર્ડ એક વ્યાપક અને નોંધપાત્ર રીવોર્ડ્સ પ્રોગ્રામ ઓફર કરે છે. Adani One Credit Card with ICICI and Visa

કાર્ડ ધારકોની જીવનશૈલીમાં ઉમેરો કરવા અને  એરપોર્ટ અને મુસાફરીના તેમના અનુભવમાં વૃધ્ધિ માટે રચાયેલ અને લાભો સાથે આ કાર્ડ રજૂ કરવામાં આવી રહ્યું છે. અદાણી વન એપ જેવી અદાણી ગ્રુપ કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાં ખર્ચ ઉપર 7% સુધી અદાણી રિવોર્ડ પોઈન્ટ તે ઓફર કરે છે, આ કાર્ડ મારફત વ્યક્તિ ફ્લાઈટ્સ, હોટલ, ટ્રેન, બસ અને કેબ બુક કરી શકે છે; અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ; અદાણી સીએનજી પંપ; અદાણી ઈલેક્ટ્રીસીટી બીલ અને ટ્રેનમેન, ઓનલાઈન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મ.જેવા રસપ્રદ રીવોર્ડસ તેના આકર્ષક પાસાઓને તેણે ખુલ્લા મૂક્યા છે.

કાર્ડ્સ મફત એર ટિકિટો અને પ્રિમીયમ લોન્જ એક્સેસ,પ્રણામ મીટ એન્ડ ગ્રીટ સેવા, પોર્ટર,વોલેટ અને પ્રિમીયર કાર પાર્કીંગ જેવા એરપોર્ટસ વિશેષાધિકાર સમેત સ્વાગત ફાયદાઓ સહિતના અનેક લાભો પણ આપે છે. કાર્ડ યુઝર્સને ડ્યુટી ફ્રી આઉટલેટ્સ અને એરપોર્ટ્સમાં F&B પર ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ અને ફ્રી મુવી ટિકીટ અને ગ્રોસરી, ઉપયોગી ચીજ વસ્તુઓ અને આંતર રાષ્ટ્રીય ખર્ચ ઉપર રીવોર્ડ પોઇન્ટ્સ જેવા વિશેષાધિકારો પણ મળે છે.

શ્રેષ્ઠતા અને નવીનતા માટે તેની અજોડ પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવનારી આ વ્યૂહાત્મક ભાગીદારી નાણાકીય ક્ષેત્રમાં અદાણી જૂથના પ્રથમ સાહસને ચિહ્નિત કરે છે.અદાણી વનનો હેતુ ICICI બેંક અને વિઝા સાથે સહયોગ સાધીને કન્ઝ્યુમર ફાઇનાન્સના લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવાની દ્રષ્ટિ સાથે નવા ધોરણો સ્થાપિત કરવાનો છે. આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને વિશિષ્ટ વિશેષાધિકારોની દુનિયાને ખુલ્લી મૂકતી વખતે ઉન્નત અને સીમલેસ ચુકવણીના અનુભવનો અહેસાસ કરાવવાનો છે.

આ સહયોગ દ્વારા અદાણી વન માનવ સમુદાયનું સશક્તિકરણ કરવા માટેની પ્રતિબદ્ધતા સાથે  તેઓને આજના ગતિશીલ અર્થતંત્રમાં વિકાસ માટે જરૂરી નાણાકીય સાધનો અને સંસાધનો સુધી પહોંચવાની ખાતરી આપે છે

અદાણી ગ્રૂપના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ આ કાર્ડના લોન્ચિગ પ્રસંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ICICI બેન્ક અને વિઝા સાથેની આ અનોખી ભાગીદારી ગ્રાહક અનુભવમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે અને અભિનવ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવશે. અદાણી વન પ્લેટફોર્મનો ફાયદો ઉઠાવીને ભૌતિક B2C વ્યવસાયોને ડિજિટલ વિશ્વમાં એકીકૃત કરતા અદાણી વન ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સ એ સીમલેસ ડિજિટલ ઇકોસિસ્ટમ માટેની એક વિન્ડો છે.જેમાં વપરાશકર્તાઓ અપ્રતિમ સગવડ અને સુલભતાનો અનુભવ કરશે.

ICICI બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાકેશ ઝાએ જણાવ્યું હતું કે, ‘ગ્રાહક 360’ પર અમારું લક્ષ્ય અમારા ડિજિટલ ઉત્પાદનો, પ્રક્રિયા સુધારણા અને સેવા વિતરણ દ્વારા સમર્થિત ગ્રાહકોને એકીકૃત રીતે મુખ્ય સેગમેન્ટમાં સીમલેસ ઢબે વૃધ્ધિ કરતા બજાર હિસ્સામાં સર્વગ્રાહી ઉપાય ઓફર કરવા અને વૃદ્ધિ કરવા અમોને સક્ષમ બનાવે છે. એવું અમે માનીએ છીએ. અદાણી વન અને વિઝા સાથે મળીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનું લોન્ચિંગ આ ફિલસૂફીને અનુરૂપ છે.

આ લોન્ચ દ્વારા અમે અમારા ગ્રાહકોને અદાણી ગ્રૂપના કન્ઝ્યુમર ઇકોસિસ્ટમમાં રીવોર્ડસ અને લાભો ઓફર કરવા તેમજ બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ.એમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્ડની પ્રસ્તુતિ પ્રસંગે અદાણી ગ્રુપ અને ICICI બેંકને અભિનંદન આપતાં વિઝા ઈન્ડિયા અને સાઉથ એશિયાના ગ્રુપ કન્ટ્રી મેનેજર શ્રી સંદીપ ઘોષે જણાવ્યું હતું કે  જીવન માટે ક્રેડિટ કાર્ડ્સ, વિઝાના વિશ્વસનીય નેટવર્ક અને વિશ્વવ્યાપી સ્વીકૃતિનો લાભ લેવા માટે વિઝામાં આ આકર્ષક કો-બ્રાન્ડેડ લાવવા માટે અદાણી ગ્રુપ અને ICICI બેંક સાથે ભાગીદારી કરીને અમે આનંદ અનુભવીએ છીએ.

આ કાર્ડ્સ ગ્લોબટ્રોટિંગ કાર્ડધારકોને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મુસાફરી અને ચુનંદા શોપિંગ અનુભવ સાથે સશક્ત બનાવે છે, તેમની સગવડ અને મુસાફરીના અનુભવમાં વધારો કરે છે. અમે ભવિષ્યમાં આવી ઘણી વધુ ઑફર લાવવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.

અદાણી વન ICICI બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડમાં જોડાવાના રુ.9,000ના લાભો સાથે રુ.5,000 ની વાર્ષિક ફી અને અદાણી વન ICICI બેન્ક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડમાં જોડાવાના રુ.5,000ના લાભો સાથે વાર્ષિક રુ.750ની ફી છે. ગ્રાહકો આ કાર્ડ મેળવવા માટે www.adanione.com ઉપર અરજી કરી શકે છે.

 

અદાણી વન ICICI બેંક ક્રેડિટ કાર્ડ્સના મુખ્ય લાભો
અમર્યાદિત અદાણી રિવોર્ડ પોઈન્ટ્સ

અદાણી વ્યવસાયો (અદાણી વન, એરપોર્ટ, ગેસ, વીજળી અને ટ્રેનમેન) પર 7% સુધી

-અન્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખર્ચ પર 2% સુધી

એરપોર્ટ ઉપર મળનારા લાભો

· પ્રીમિયમ લોન્જ સહિત ઘરેલું લોન્જમાં દર વર્ષે 16 સુધીની ઍક્સેસ

· પ્રતિ વર્ષે દીઠ 2 સુધી આંતરરાષ્ટ્રીય લોન્જ એક્સેસ

· 8 વેલેટ અને પ્રીમિયમ કાર સુધી પાર્કિંગ

· 2 પ્રણામ મીટ એન્ડ ગ્રીટ સુધી

અન્ય લાભો

· ફ્લાઇટ, હોટેલ અને રજાઓ માટેના વાઉચર્સ સહિત ₹9,000 સુધીનો સ્વાગત લાભ

મૂવી ટિકિટો પર 1 ખરીદો, 1 મેળવો

· 1% ઇંધણ સરચાર્જ માફી

· અદાણી વનના લોયલ્ટી પ્રોગ્રામ, રિવોર્ડ્સ અલ્ટ્રાની વિશિષ્ટ ઍક્સેસ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.