Western Times News

Gujarati News

INDI એલાયન્સની કુલ બેઠકો ભાજપ કરતાં પણ ઓછીઃ મોદી

કમલમમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત

(એજન્સી)નવી દિલ્હી, એનડીએ ગઠબંધન ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ મુખ્યાલયમાં વિજયોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી.

ત્યારે પીએમ મોદી પણ બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા તેમજ કાર્યકરો ને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સતત ત્રીજી વખત એન.ડી.એ.ને વિજયી બનાવવા બદલ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિજ્યોત્સવ માં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ,જ્યોતિરાદિત્ય સિંધિયા, એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા.

ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘૧૦ વર્ષ પહેલા દેશે અમને પરિવર્તન માટે જનાદેશ આપ્યો હતો. એ સમય હતો જ્યારે દેશ નિરાશામાં ડૂબી ગયો હતો. દરરોજ અખબારોની હેડલાઈન્સ કૌભાંડોથી ભરેલી હતી, દેશની યુવા પેઢી તેમના ભવિષ્યને લઈને ભયભીત થઈ ગઈ હતી.

ત્યારે દેશે આપણને નિરાશાના ગહન મહાસાગરમાંથી આશાના મોતી કાઢવાની જવાબદારી સોંપી હતી. અમે બધાએ પૂરી ઇમાનદારીથી પ્રયાસ કર્યો અને કામ કર્યું.પીએમ મોદીએ કહ્યું કે આ ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનના લોકો સાથે મળીને પણ એટલી સીટો જીતી શક્યા નથી, જેટલી ભાજપે એકલા હાથે જીતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.