Western Times News

Gujarati News

હાઈકોર્ટમાં સુરત જિલ્લાનો રિપોર્ટઃ નિયમ ભંગ કરતાં ૧ર ગેમ ઝોન, ૧૩ શોપિંગ મોલ સીલ, ૮૬૮ સ્થળે તપાસ

પ્રતિકાત્મક

નડિયાદ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં પણ આવી ઘટના ન બને તે માટે તંત્ર એકશન મોડમાં આવ્યું હતું. ફાયર વિભાગની એનઓસી-બીયુસી વગરની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. શહેર સિવાયના સુરત જિલ્લામાં તંત્ર દ્વારા ૮૬૮ સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી.

નિયમોના ઉલ્લંઘન મામલે ચાર સામે એફઆઈઆર દાખલ કરવા સહિત ૧ર ગેમ ઝોન અને ૧૩ શોપિંગ મોલ સીલ કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ સોમવારે હાઈકોર્ટમાં સબમિટ કર્યો હતો.

રાજકોટ અÂગ્નકાંડ બાદ ગત સોમવારે સુરત જિલ્લા કલેકટરે એક અગત્યની બેઠક બોલાવી હતી. બેઠકમાં સરકારની સૂચના પ્રમાણે એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે. તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરવાની અને પબ્લિક સેફટીને કેન્દ્રમાં રાખીને તમામ કામગીરી કરવાનું નક્કી કરાયું હતું.

એનઓસી ન હોય તેવી સ્કૂલ કોલેજ, ટયુશન કલાસિસ, મલ્ટીપ્લેકસ સિનેમા, હોસ્પિટલો, ગેમઝોન, પાર્ટી પ્લોટ સહિતનાને તાત્કાલિક સીલ કરવાની કાર્યવાહી કરવાની ઝુંબેશ છેડી હતી. એનઓસી ન હોય તેવા ધાર્મિક સ્થળોએ તંત્ર દ્વારા સમજૂતી કરીને તેમને પણ ચોક્કસ સમય મર્યાદામાં એનઓસી મેળવવાનો એકશન પ્લાન નક્કી કરાયો હતો. આ બેઠકમાં જનતાની સેફટી સંદર્ભે ઝીરો ટોલેરેન્સની નીતિ અપનાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

સુરત પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, આરોગ્ય, ફાયર, પીજીવીસીએલ એમ તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં જનતા માટે જોખમી એવા ગેમ ઝોન, મેળા, સર્કસ અને તમામ જાહેર સ્થળ કે જ્યાં લોકો એકત્ર થતાં હોય ત્યાં તેમની સુરક્ષા માટે ઝીરો ટોલેરન્સની નીતિથી તપાસ કરવા માટે સુરત શહેર અને જિલ્લાનું તંત્ર એકશનમાં આવ્યું હતું અને એનઓસી-બીયુસી વગરની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી.

સુરત શહેરમાં સુરત પાલિકા અને ફાયર બ્રિગેડ, તેમજ પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. સુરત જિલ્લામાં મામલતદાર અને તેમનું અત્યાર સુધીમાં કુલ ૮૬૮ મિલકતોની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન એનઓસી વગરની વિવિધ ૪ર મિલકતો સીલ કરવામાં આવી હતી. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાર ગેમ ઝોનના સંચાલક સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

આ ઉપરાંત નિયમ વિરૂદ્ધના ૧ર ગેમ ઝોન અને ૧૩ શોપિંગ મોલને વહીવટી તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. રાજકોટ ગેમ ઝોન અÂગ્નકાંડડ બાદ સુરત જિલ્લામાં થયેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટને સુપ્રત કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.