Western Times News

Gujarati News

હવે ટીવી, મોબાઈલ રિચાર્જ કરાવવું ૧૫થી ૧૭ ટકા મોંઘું થવાની શક્યતા

નવી દિલ્હી, ચૂંટણી પૂરી થવાની સાથે જ દેશમાં અલગ અલગ ચીજો અને સર્વિસના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી ચૂંટણીના કારણે જે ભાવવધારો અટકાવી રખાયો હતો તે હવે છુટથી થઈ શકશે. સૌથી પહેલા તો દૂધના ભાવમાં લિટર દીઠ બેથી ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી એક્સપ્રેસ વે પર ટોલના દર પાંચ ટકા સુધી વધી ગયા છે.

હવે થોડા જ દિવસોમાં ટીવી જોવાનું અને મોબાઈલ રિચાર્જ કરવાનું પણ મોંઘું થશે. ટીવી ચેનલોના દરમાં ૧૦ ટકા સુધીનો ભાવવધારો મંજૂર કરવામાં આવ્યો છે અને મોબાઈલ રિચાર્જનો દર ૧૫થી ૧૭ ટકા સુધી વધી જાય તેવી શક્યતા છે.ટેલિકોમ કંપનીઓ ઘણા સમયથી મોબાઈલ સર્વિસના ટેરિફમાં વધારો કરવા માટે માંગણી કરી રહી હતી પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વધારો રોકી રખાયો હતો.

આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં ૧૫-૧૭%નો વધારો થઈ શકે છે. કેટલીક કંપનીઓ તેના પ્રીમિયમ વપરાશકારોને અનલિમિટેડ ડેટા આપતી હતી પરંતુ તે બંધ થવાની શક્યતા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે મોબાઇલ ફોન સેવાઓ લગભગ ૨૦% મોંઘી થશે.

ટેરિફ વધારવામાં આવશે ત્યારે ૪ય્ની તુલનામાં ૫ય્ સેવા માટે ૫-૧૦% વધુ ચાર્જ વસૂલવામાં આવી શકે છે.ટેલિકોમ કંપનીઓ યુઝર દીઠ આવક વધારવાની યોજના ધરાવે છે કારણ કે તેમણે ફોરજી અને ફાઈવજી સ્પેક્ટ્રમ માટે જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું વળતર નથી મળી રહ્યું.

એરટેલ તેની યુઝર દીઠ આવક રૂ. ૨૦૮ થી વધારીને રૂ. ૨૮૬ કરવા માગે છે. તેના માટે ટેરિફમાં લગભગ ૫૫ રૂપિયાનો વધારો કરવો પડશે. જિયોના રિચાર્જનો દર પણ ૧૫ ટકા વધી શકે છે. મોબાઈલ ટેરિફમાં છેલ્લે નવેમ્બર, ૨૦૨૧માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે વોડાફોન આઈડિયાએ ટેરિફમાં લગભગ ૨૦%, ભારતી એરટેલ અને જિયોએ ૨૫% જેટલો વધારો કર્યાે હતો.

ત્યાર પછી હવે વધારો કરવો પડે તેવી સ્થિતિ છે.ટીવી જોનારા વર્ગ માટે પણ ખરાબ સમાચાર છે. ડિઝની સ્ટાર, વાયાકોમ ૧૮, ઝી એન્ટરટેન્મેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ ચેનલના ભાવ વધારવા માગણી કરી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે તેથી આ રેટ વધવાના છે.

ટીવી સબસ્ક્રિપ્શન રેટમાં ૫થી ૮ ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે માસિક સબસ્ક્રિપ્શનનો દર ૫૦૦ રૂપિયા હોય તો હવે તમારે ૫૪૦ રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ટીવી ચેનલો દ્વારા બૂકે રેટમાં પણ જાન્યુઆરીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે એવું કહેવાય છે કે વિયાકોમ ૧૮ના દરમાં ૨૫ ટકાનો વધારો થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.