Western Times News

Gujarati News

મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને છસ્્‌જીની ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કર્યું હતું. મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે છસ્્‌જી દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ થઈ છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના રૂટ પર પણ બસ શરૂ થઈ છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેથી પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં છસ્્‌જી બસ જશે. જ્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઇ-વ્હીકલ્સના માધ્યમથી ગુજરાત જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે, ત્યારે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે અને પ્રત્યેક નાગરિક વૃક્ષારોપણના કામમાં જોડાય એ ખૂબ જરૂરી છે.વડાપ્રધાન મોદીએ લોન્ચ કરેલ ‘મિશન લાઈફ’ પહેલ અંતર્ગત આપણે સૌ ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ અપનાવીએ તેવો ખાસ આગ્રહ કરું છું.

અમદાવાદમાં આજથી મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ ૬ રૂટ પર સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટની છસ્્‌જી બસ સેવા શરૂ કરવામાં આવી છે.જ્યારે થલતેજથી સાઉથ બોપલની ૬૦ નંબર શટલ બસ રૂટ શરૂ કરાયો છે.

થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વે ના પશ્ચિમ તરફના બોપલ, હેબતપુર, શિલજ, ઘુમા, સિંધુભવન રોડ, વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા, ઘાટલોડિયા, ભૂયંગદેવ, ગુજરાત હાઇકોર્ટ, સાયોના સીટી, સતાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટ પર બસ ફરશે.

થલતેજથી સાઉથ બોપલ શટલ બોપલ વિસ્તારના નાગરિકો માટે જશે. તે ઉપરાંત પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર છસ્્‌જી બસ જશે. જે માધવ ફાર્મ, આદિનાથ નગર, ઓઢવ, સિંગરવા, રણજીપુરા, નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે. જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર ૧૪ બસો મૂકવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.