Western Times News

Gujarati News

ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સ અને ફેડરલ બેંકે વ્યૂહાત્મક બેન્કેશ્યોરન્સ પાર્ટનરશિપ જાહેર કરી

  • ટાટા એઆઈએ ફેડરલ બેંકના ગ્રાહકોને તેના વ્યાપકગ્રાહક કેન્દ્રિત લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરશે
  • આ જોડાણ ટાટા એઆઈએને દક્ષિણ ભારતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવશે

મુંબઈ, 5 જૂન2024 –  ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક ફેડરલ બેંક સાથે બેન્કેશ્યોરન્સ ટાઇ-અપની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક જોડાણનો ઉદ્દેશ ફેડરલ બેંકના ગ્રાહકોને ટાટા એઆઈએ લાઇફની વ્યાપક ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ સ્યૂટની એક્સેસ પૂરી પાડવાનો છે.  TATA AIA Life Insurance and Federal Bank Announce Strategic Bancassurance Partnership.

ફેડરલ બેંક વ્યાપક નેટવર્ક ધરાવે છે જે ટાટા એઆઈએને તેની હાજરી મજબૂત બનાવવામાં મદદ કરશે. બંને એકમો ટેક્નોલોજી સંચાલિતગ્રાહક કેન્દ્રિત બિઝનેસ મોડલ પર ધ્યાન આપશે જે આ ભાગીદારીને મજબૂત બનાવશે.

ફેડરલ બેંકના ગ્રાહકો માટે આ ભાગીદારી ટાટા એઆઈએના વૈવિધ્યસભરગ્રાહક કેન્દ્રિત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ જેમ કે ટર્મ ઇન્શ્યોરન્સસેવિંગ્સ અને વેલ્થ ક્રિએશન પ્લાન્સરિટાયર્મેન્ટ અને પેન્શન સોલ્યુશન્સ વગેરેના લાભો પૂરા પાડશે. આ ઉપરાંત, તેઓ ઉચ્ચ લાઇફ કવરમાર્કેટ લિંક્ડ રિટર્ન્સ અને હેલ્થ તથા વેલનેસ લાભોનો ત્રણ ગણો લાભ આપતા પરમ રક્ષક જેવા ટાટા એઆઈના ઇનોવેટિવ પ્લાન્સનો લાભ લઈ શકશે. આ સોલ્યુશન્સ ટાટા એઆઈએના સમજ આધારિત છે જે શ્રેષ્ઠ ટેક્નોલોજી સોલ્યુશન્સ દ્વારા ટેક આધારિત સર્વિસ અનુભવ પૂરો પાડે છે.

ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર – બેન્કેશ્યોરન્સ રમેશ વિશ્વનાથને જણાવ્યું હતું કે “ટાટા એઆઈએમાં અમારો પ્રયાસ અમારા ગ્રાહકોને ભાગીદાર બનાવવાનો અને તેઓને સહાનુભૂતિભર્યા સેવાના અનુભવ સાથેના શ્રેષ્ઠતમ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે જેથી તેઓ ચિંતામુક્ત જીવન જીવવા માટે સક્ષમ બની શકે. ફેડરલ બેંક જેવી પ્રતિષ્ઠિત અને ટેક્નોલોજી જાણકાર બેંક સાથે લાંબા ગાળાના સંબંધમાં પ્રવેશ કરવામાં અમને આનંદ થાય છે. આ જોડાણ અમને બેંકના ગ્રાહકોને અમારા વૈવિધ્યસભર વીમા સોલ્યુશન્સ ઓફર કરવામાં સક્ષમ બનાવશે તથા તેમને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને તેમના પ્રિયજનોને જીવનના તમામ તબક્કામાં સુરક્ષિત કરવા માટે સશક્ત બનાવશે.”

ફેડરલ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાલિની વારિયરે જણાવ્યું હતું કે “અમને ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સાથે વ્યૂહાત્મક કોર્પોરેટ એજન્સી બેંકેશ્યોરન્સ ભાગીદારીની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ ભાગીદારીનો હેતુ અમારા મૂલ્યવાન ગ્રાહકો સુધી શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ લાવવાનો છે. એ જાણીતી હકીકત છે કે ભારતીય ગ્રાહકોમાં વીમો લેવાનું પ્રમાણ ઓછું છે અને આ ભાગીદારી દ્વારા બેંકનો હેતુ અમારા ગ્રાહકો માટે નાણાંકીય સુરક્ષા અને વેલ્થ મેનેજમેન્ટને વધારવાનું છે. આ બે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું એકસાથે આવવું એ ગ્રાહકની અપેક્ષાઓ કરતાં હંમેશા વધવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

આ ભાગીદારી એવા સમયે થઈ છે જ્યારે ઇન્શ્યોરન્સ ઉદ્યોગ નિયામક ઇરેડાના ગ્રાહક કેન્દ્રિત નિયમનો દ્વારા અનેક પરિવર્તનો જોઈ રહ્યો છે અને ડિજિટલ ડિસ્રપ્શન વિકાસ તથા વૃદ્ધિ માટે નવા માર્ગો ખોલી રહ્યા છે. ટાટા એઆઈએ 2047 સુધીમાં સૌના માટે વીમો હાંસલકરવાના ઇરેડાના વિઝનને સંપૂર્ણપણે ટેકો આપે છે અને ફેડરલ બેંક સાથેની ભાગીદારી આ જ દિશામાં એક પગલું છે. આ જોડાણ થકી લોકો નાણાંકીય સુરક્ષા અને સંપત્તિ સર્જનની તકો અંગે વિચારી શકે છે અને તેઓ તેમના માર્ગે આવતી વિવિધ તકો ઝડપવા માટે સજ્જ રહી શકે છે.

ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઈએ) ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને એઆઈએ ગ્રુપ લિમિટેડ (એઆઈએ) દ્વારા રચાયેલી સંયુક્ત સાહસ કંપની છે. ટાટા એઆઈએ ભારતમાં ટાટાની પહેલેથી મજબૂત લીડરશિપ સ્થિતિ અને વિશ્વમાં સૌથી મોટીસ્વતંત્રપણે લિસ્ટેડ તથા એશિયા પેસેફિક વિસ્તરમાં 18 બજારોમાં ફેલાયેલા સમગ્ર એશિયાના લાઇફ ઇન્શ્યોરન્સ ગ્રુપ તરીકે એઆઈએની હાજરીનું મિશ્રણ છે.

ટાટા એઆઈએએ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 7,092 કરોડની ઇન્ડિવિડ્યુઅલ વેઇટેડ ન્યૂ બિઝનેસ પ્રિમિયમ (આઈડબ્લ્યુએનબીપી) આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2022 કરતાં 59 ટકા વધુ હતી. ઇન્ડિવિડ્યુઅલ ડેથ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો નાણાંકીય વર્ષ 2022માં 98.53 ટકાથી સુધરીને નાણાંકીય વર્ષ 2023માં 99.01 ટકા થયો હતો. ટાટા એઆઈએમાં પોતાની પોલિસી રિન્યૂ કરાવવાનું પસંદ કરતા ગ્રાહકોની ટકાવારી દર્શાવતા પર્સિસ્ટન્સી રેશિયોના લીધે કંપનીએ 13મા મહિનાની પર્સિસ્ટન્સી સહિત પાંચ સમૂહો પૈકી ચારમાં ટોચનુ સ્થાન મેળવ્યું છે. નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ કંપનીનો 13મા મહિનાનો પર્સિસ્ટન્સી રેશિયો (પ્રિમિયમ પર આધારિત) વધીને 88.1 ટકા રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.