Western Times News

Gujarati News

કલ્યાણ જ્વેલર્સે કેન્ડેરમાં બાકીનો 15 ટકા હિસ્સો ખરીદવા MoU કર્યા

 ઇ-કોમર્સથી ઓમ્નીચેનલ કોમર્સ તરફથી વ્યૂહાત્મક સફરના ભાગરૂપે હિસ્સો હસ્તગત કરાયો

થ્રિસુર04 જૂન2024: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે www.candere.com (એનોવેટ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ)ના સંસ્થાપક રૂપેશ જૈન સાથે કલ્યાણ જ્વેલર્સની પેટા કંપની કેન્ડેરમાં તેમનો બાકીનો 15 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે નિર્ણાયક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. Kalyan Jewellers announces purchase of remaining stake in Candere.

રૂ. 42 કરોડમાં આ હિસ્સાને હસ્તગત કરવાથી કેન્ડેર કલ્યાણ જ્વેલર્સની સંપૂર્ણ માલીકીની પેટા કંપની બની જશે, જે ઇ-કોમર્સમાંથી ઓમ્ની ચેનલ કોમર્સ તરફ આગળ વધી રહી છે. કલ્યાણ જ્વેલર્સે ઇ-કોમર્સ બિઝનેસમાં તેના પ્રવેશના ભાગરૂપે વર્ષ 2017માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. કેન્ડેરે નાણાકીય વર્ષ 2023-24માં રૂ.  130.3 કરોડની વાર્ષિક આવક નોંધાવી છે.

કેન્ડેર વર્ષ 2013થી ઝડપથી વૃદ્ધિ સાધતા એફોર્ડેબલ અને એક્સેસિબલ જ્વેલરી સેગમેન્ટનો હિસ્સો રહ્યું છે. વર્ષ 2017માં કલ્યાણ જ્વેલર્સ દ્વારા તેના હસ્તાંતરણ બાદ બ્રાન્ડે તેની ઓફરિંગ, ગ્રાહક પસંદગી અને અગ્રણી માર્કેટપ્લેસ ઉપર તેની ઉપસ્થિતિ સંદર્ભે સ્થિત પ્રગતિ કરી છે. છેલ્લાં 16 મહિનામાં કેન્ડેરે ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને અનુરૂપ ઓમ્ની ચેનલ કોમર્સમાં વ્યૂહાત્મક પહેલ કરી છે. આ પરિવર્તનને અનુરૂપ ઓપરેશનલ અને મેનેજમેન્ટ સ્તરોમાં અનુભવી પ્રતિભાને સામેલ કરવામાં આવી રહી છે. ગત નાણાકીય વર્ષે કેન્ડેરે દેશભરમાં 11 ફિઝિકલ શોરૂમ લોંચ કર્યાં હતાં અને વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર ગણી ઓફલાઇન ઉપસ્થિતિ વધારવાની યોજના ધરાવે છે.

આ જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર ટી એક કલ્યાણરમણે કહ્યું હતું કે, કલ્યાણ જ્વેલર્સે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પ્રત્યે સજાગ રહેતાં કદ અને સ્તરને અનુરૂપ એક હાઇપર-લોકલ કન્ઝ્યુમર બ્રાન્ડ વિકસિત કરવાની પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. કેન્ડેરની સાથે અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઉભરતા માર્કેટ સેગમેન્ટમાં આગળ વધતા ઉત્સાહિત છીએજે લાઇટવેઇટફેશન-ફોરવર્ડ અને વ્યાપકરૂપે આકર્ષક ડિઝાઇન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અમે કેન્ડેર માટે એક વિશેષ ઉપસ્થિતિને આકાર આપવા તથા જુસ્સા અને કટીબદ્ધતા માટે રૂપેશ જૈનનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારું માનવું છે કે વૃદ્ધિના આગામી તબક્કા માટે એક મહત્વપૂર્ણ રિટેઇલ ઉપસ્થિતિ અને ઓમ્નીચેનલ કોમર્સ માટે વ્યૂહાત્મક સ્થિતેને સારી રીતે કેપ્ચર કરાશે.

એનોવેટ લાઇફસ્ટાઇલના સંસ્થાપક રૂપેશ જૈને ઉમેર્યું હતું કે, કેન્ડેર સફર જીવનભરનો રોમાંચ રહ્યો છેજે ખૂબજ શીખવા અને બેજોડ મૂલ્ય સર્જનથી ભરપૂર છે. એક તરીકે તે સપનુ સાકાર કરવા જેવું છે. આશરે સાત વર્ષ પહેલાં કલ્યાણ જ્વેલર્સ ઓન-બોર્ડ થયું ત્યારથી કેન્ડેરને ખૂબજ લાભ થયો છે. તે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે કેન્ડેર તેના નામ મૂજબ હંમેશા શાઇન કરતું રહેશે તથા ભારતીય ગ્રાહકોના મનમાં વિશેષ ઉપસ્થિતિ મજબૂત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.