Western Times News

Gujarati News

લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજીનો IPO10 જૂન, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ, લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (ixigo) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ માટેની તેની બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખોલશે. કુલ ઓફર સાઇઝમાં પ્રત્યેક રૂ. 1ના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે જેનું મૂલ્ય રૂ. 1,200 મિલિયન સુધીનું (ફ્રેશ ઇશ્યૂ) છે અને વેચાણકર્તા શેરધારકો (નીચે જણાવ્યા મુજબના) દ્વારા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 66,677,674 ઇક્વિટી શેર્સ સુધીના વેચાણની ઓફર છે (ઓફર ફોર સેલ).

Le Travenues Technology Limited Initial Public Offer to open on June 10, 2024

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર, 7 જૂન, 2024 રહેશે. બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 12 જૂન, 2024ના રોજ બંધ થશે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 88થી 93 છે. બિડ્સ લઘુતમ 161 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 161 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.

ઓફર ફોર સેલમાં સૈફ પાર્ટનર્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 1,94,37,465 સુધીના ઇક્વિટી શેર્સ, પીક એકસવી પાર્ટનર, (અગાઉ એસસીઆઈ ઈન્વેસ્ટમેન્ટ્સ V તરીકે ઓળખાતી) દ્વારા 1,30,24,000 સુધીના ઇક્વિટી શેર્સ, રજનીશ કુમાર દ્વારા 1,19,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 54,86,893 સુધીના ઇક્વિટી શેર્સ, પ્લેસિડ હોલ્ડિંગ્સ દ્વારા 30,48,375 સુધીના ઇક્વિટી શેર્સ,

મેડિસન ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી તરીકે કેટાલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ (અગાઉ માઇલસ્ટોન ટ્રસ્ટીશિપ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ) દ્વારા 13,33,513 સુધીના ઇક્વિટી શેર્સ અને મેડિસન ઈન્ડિયા કેપિટલ એચસી દ્વારા 4,47,428 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “સેલિંગ શેરધારકો”) ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

Mr. Rajnish Kumar (Director and Group Co-CEO, ixigo) and Mr. Aloke Bajpai (Chairman, Managing Director, and Group CEO, ixigo)

આ ઇક્વિટી શેર નવી દિલ્હી (“આરએચપી”) ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણામાં ફાઈલ કરવામાં આવેલ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા 4 જૂન, 2024ના રોજ ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચેલા એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ની શરતોમાં કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુપાલનમાં બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા ઓફર કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના મહત્તમ 75 ટકા ક્યુઆઈબીને (ક્યુઆઈબી કેટેગરી) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેમાં કંપની બીઆરએલએમ (નીચે જણાવ્યા મુજબના) સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી કેટેગરીના 60 ટકા સુધી ફાળવી શકે છે અને આ ફાળવણીનો આધાર વિવેકાધીન ધોરણે રહેશે

જે સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં બીઆરએલએમ સાથેની ચર્ચામાં થશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) જે પૈકી એક તૃત્યાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર્સને જે ભાવે ઇક્વિટી શેર્સ ફાળવાયા હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત ક્યુઆઈબી કેટેગરીના (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પાંચ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. ઓફરનો કમસે કમ 75 ટકા ક્યુઆઈબીને ન ફાળવાય તો સમગ્ર અરજીની રકમ રિફંડ કરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા એનઆઈઆઈ (“નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરી”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક તૃત્યાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રહેશે અને આવા પોર્શનનો બે-તૃત્યાંશ ભાગ રૂ. 10,00,000 કરતાં વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બે કેટેગરીઓમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલા પોર્શનના કિસ્સામાં સેબી

આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં અરજીકર્તાને ફાળવી શકાશે જે ઓફર પ્રાઇઝ કે તેથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆઈબી કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)ના પાંચ ટકા કરતાં ઓછી હશે તો બાકીના મ્યુચ્યુઅલ ફંડ પોર્શન માટે ફાળવણી માટે ઉપલબ્ધ ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીની ક્યુઆઈબી કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ આરઆઈઆઈને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના) તમામ બિડર્સ બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ આ ઓફરમાં ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે

અને તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ ઓફરમાં ભાગ લેવા માટે પાત્રતા તરીકે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSB”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 487 પર ઓફર પ્રોસીજર્સનો અભ્યાસ કરો.

એક્સિસ કેપિટલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (સંયુક્તપણે, બીઆરએલએમ). અહીં જણાવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.