Western Times News

Gujarati News

ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશને પ્રભાવી વોટર પ્રોજેક્ટ્સ અને વૃક્ષારોપણ પહેલો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

પૂણે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફિનોલેક્સ પાઇપ્સ અને તેના સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન (એમએમએફ)એ ચોમાસા પહેલાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિયપણે અનેક જળ પ્રોજેક્ટ્સ અને વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવાની ગર્વભેર જાહેરાત કરી છે. આ પહેલોનો ઉદ્દેશ્ય સમુદાયોને મહત્વપૂર્ણ સહયોગ પ્રદાન કરીને સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો તથા પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. Finolex Industries and Mukul Madhav Foundation Celebrate World Environment Day with Impactful Water Projects and Tree Plantation Initiatives.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમએમએફે અનેક પહેલો કરી છે તથા ક્રમશઃ પરિવર્તનને આગળ વધારવા માટે વિવિધ સંસ્થાનો સાથે ભાગીદારી કરી છે. મહારાષ્ટ્રમાં અને આસપાસમાં પ્રદેશોમાં 12,700થી વધુ લોકોને જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સથી ટેકો મળ્યો છે તથા સિમેન્ટ નાળા બંધને પુનઃસ્થાપિત કરવા અને નિર્માણ કરવા, પાણીના પંપ ગોઠવવા, ઉપલબ્ધતા માટે પાઇપલાઇન નાખવી તથા વરસાદી પાણીના સંગ્રહ અને નદીના કાયાકલ્પ અને પાણીના સ્રોતોની સફાઇ જેવી પહેલો કરી છે.

એમએમએફે ભારતમાં વિવિધ પ્રદેશોમાં હજારો પરિવારો માટે પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ પહેલો કરી છે. પૂણેમાં ખડકવાસલામાં 2 કિમી ડેમને ડી-સિલ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી શહેર અને ગ્રામીણ વિસ્તારો બંન્નેમાં 15 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાતમાં પીલુદરામાં પીવાના પાણીની સપ્લાય સ્કીમ દ્વારા 300 પરિવારો ઉપર સકારાત્મક અસરો પેદા થઇ છે. આ ઉપરાંત રત્નાગીરીના ત્રણ ગામોમાં 500 પરિવારોને પાણીના ટેન્કર પૂરા પાડવામાં આવ્યાં છે.

આ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે વ્યાપકરૂપે વૃક્ષારોપણ કામગીરી થઇ રહી છે. એમએમએફે પાણીની અછતનો સામનો કરતાં પ્રદેશોમાં નોંધપાત્ર બદલાવ હાંસલ કર્યો છે. સરોવરોને ઊંડા કરવા, પાણીનું સ્તર વધારવું, નદીઓ અને તળાવોના કાયાકલ્પ દ્વારા તેણે અર્થસભર અસરોનું સર્જન કર્યું છે.

એમએમએફ જમીનનું ધોવાણ અટકાવવા તથા ગ્લોબલ વોર્મિંગની અસરોને ઘટાડવા પૂણે, રત્નાગીરી, સતારા, માસર અને રાજસ્થાનમાં સક્રિયપણે વૃક્ષારોપણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. મુલુકલ માધવ વિદ્યાલય (એમએમવી)નું પરિસર સોલર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહની સુવિધાથી સજ્જ છે તથા છેલ્લાં પાંચ વર્ષમાં 336થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ શાળા વેજીટેબલ પેચ અને કચરાના મેનેજમેન્ટની સિસ્ટમ પણ ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય તેના બગિચા માટે કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરવાનો છે.

આ પહેલનો ઉદ્દેશ્ય સમુદાયોને મહત્વપૂર્ણ સપોર્ટ ઓફર કરીને નોંધપાત્ર પરિવર્તન લાવવાનો તથા કૃષિ અને દૈનિક જરૂરિયાતો માટે પાણીની ઉપલબ્ધતામાં સુધારો કરવાનો છે.

આ અંગે ફિનોલેક્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સની સીએસઆર કમીટીના ચેરપર્સન અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રિતુ પ્રકાશ છાબરિયાએ કહ્યું હતું કે, “આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે અમે એક એવા ભવિષ્યનું નિર્માણ કરવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરી રહ્યાં છીએ કે જ્યાં દરેક વ્યક્તિ પાસે સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા હોય અને દરેક સમુદાય સમૃદ્ધ હોય. વિશેષ કરીને ઉનાળામાં સમુદાયો સમક્ષ સર્જાતી પાણીની અછતની સમસ્યાના ઉકેલ માટે સક્રિય પગલાં ભરવા જોઇએ તેવું અમારું માનવું છે. આ પ્રોજેક્ટ્સ ટકાઉ વિકાસ અને તમામ માટે સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા પ્રત્યેની અમારી કટીબદ્ધતાને દર્શાવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “પાણી માત્ર સ્રોત નથી, પરંતુ લોકોની જીવન રેખા છે. પાણી અને વૃક્ષારોપણ સંબંધિત પ્રોજેક્ટ્સની શરૂઆત કરતાં અમે તાત્કાલિક રાહત પ્રદાન કરવાની સાથે-સાથે આ સમુદાયોના લાંબાગાળાના ટકાઉપણામાં રોકાણ કરી રહ્યાં છીએ. અમારું ફાઉન્ડેશન વ્યક્તિઓના ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે લાંબાગાળાના ઉકેલો તૈયાર કરવા સમર્પિત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.