Western Times News

Gujarati News

આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાશે નહીઃ AMC તંત્રનો દાવો

File Photo

વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસ આંદોલન કરશેઃ શહેજાદ ખાન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરંપરાગત રીતે પ્રિમોનસુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં ઈજનેર, હેલ્થ, બગીચા તેમજ અન્ય સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનું સંકલન થાય છે આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.

જોકે ચાલુ વર્ષે કેચપીટ અને મશીન હોલની સફાઈ મંથર ગતિએ ચાલી રહી હોવાથી પહેલા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી દહેશત વ્યકત થઈ રહી છે નાગરિકો પડતી હાલાકીને ધ્યાનમાં લઈ કોર્પોરેશને ઝોન દીઠ કંટ્રોલરૂમ શરૂ કર્યાં છે તેમજ તેના વોટ્‌સઅપ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસા ને ધ્યાનમાં લઇ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ અને બાકીના ૨૪ જેટલા સબ સોનલ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદી પાણી ભરાવવા સહિતની સમસ્યાઓ અને ફરિયાદ માટે દરેક ઝોન અને મુખ્ય કંટ્રોલરૂમમાં ુરટ્ઠંજટ્ઠpp નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે વરસાદી પાણી ન ભરાય અને ભારે વરસાદ દરમિયાન શહેરમાં ભરાતા પાણી પર નજર રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી જે સ્થળો પર વધુ વરસાદી પાણી ભરાય છે તેવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે જેને અલગ કલર કોડ આપવામાં આવ્યા છે.

અલગ કલર કોડ પ્રમાણે વરસાદી પાણી ભરાવવા ના સ્થળો નક્કી કરાયા છે જેમાં સૌથી વધારે પાણી ભરાય છે તેવા સ્થળો અને ઓરેન્જ, મધ્યમ પાણી ભરાય છે તેવા બ્લુ અને ઓછું પાણી ભરાય તેવા યલો કલર કોડ આપવામાં આવ્યા છે. જોકે કલર કોડ પ્રમાણે કયા સ્થળ પર વધુ પાણી ભરાય છે તે અંગેની માહિતી તેઓ આપી શક્યા નહોતા.

શહેરના ૨૫૫ સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ ૨૨૩૬ સ્માર્ટ સિટી કેમેરાઓ, ૧૩૦ સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ ૧૩૦ ચાર રસ્તા જંકશન પરના, અંડર પાસના ૧૮ સ્થળોએ ઈન્સ્ટોલ કરવામાં આવેલ ૩૬ કેમેરાઓ એમ કુલ થઈ ૪૦૩ સ્થળોના કુલ ૨૩૮૫ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા વરસાદી પાણી ભરાવવાથી લઈ તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

શહેરમાં આવેલી ૬૩,૭૩૫ કેચપિટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે બીજો રાઉન્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે જે આગામી ૧૫ જુન સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્રીજો રાઉન્ડ ૨૫ જૂન સુધીમાં પૂરો કરવામાં આવશે. કુલ ૧૩૦ જગ્યાએ વરસાદી પાણી ભરાવવાના સ્થળોમાંથી ૧૦૨ જેટલા સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા દૂર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

શહેરમાં આવેલા કુલ ૨૧ અન્ડરપાસોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહે તે માટે હેવી કેપેસીટીના પમ્પો મુકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કેચપીટોની સફાઈમાં તંત્ર ઘણુ જ મોડુ ચાલી રહયું છે સામાન્ય રીતે ૩૧ મે સુધી કેચપીટ અને મશીન હોલની સફાઈ થઈ જાય છે પરંતુ હજી સુધી પ્રથમ રાઉન્ડ જ પૂર્ણ થયો છે.

ઈજનેર વિભાગની પધ્ધતિ મુજબ બીજા રાઉન્ડની સફાઈ વખતે કેચપીટ-મશીન હોલમાંથી પ્લાસ્ટીકની કોથળીઓ કે બીજો કચરો નીકાળવામાં આવે છે. પરંતુ હજુ બીજો રાઉન્ડ શરૂ થયો ન હોવાથી જો વરસાદ પડશે તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થશે.

શહેરમાં વરસાદી પાણી ન ભરાય તેના માટે જુદા જુદા ઝોનમાં જુદા ડાયાની ૧૦૫ કિ.મી ડ્રેનેજ લાઈનોનું ડિસિલ્ટિંગ કરવામાં આવેલ છે તથા જરૂરીયાત મુજબ ડીસીલ્ટીગની કામગીરી હાલમાં ચાલુ છે. સાબરમતી નદીમાં વરસાદી પાણીનાં નિકાલ માટે પશ્ચિમ છેડે ૨૩ અને પૂર્વના છેડે ૧૮ ડિસ્ચાર્જ પોઈન્ટ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.

તળાવોના ઇનલેટ અને આઉટલેટ પોઈન્ટની સફાઈ કરવામાં આવી છે. તેમજ તળાવોમાં પાણી વધુ ભરાય અને ઊંડા ઉતરી શકે તે માટેની કામગીરી ચાલુ છે. તળાવોના પરકોલેશન વેલની સફાઈ કરાવવામાં આવશે. ખારીકટ કેનાલ કેનાલમાં વરસાદી પાણીના નિકાલ માટે કુલ ૬૭ સમ્પો બનાવવામાં આવ્યા છે અને તેમાં ૧૧૩ પમ્પો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.

પ્રિમોનસુન એક્શન પ્લાનને લઇ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે. શહેરમાં ૩૬૦૦ કી.મીના રસ્તા પૈકી માત્ર ૯૫૦ કી.મી.ની સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવી છે બાકીના રસ્તાઓ ઉપર લાઈનો નાખેલી જ નથી. જેને લઈને અમદાવાદ શહેરમાં થોડા સમયમાં ચોમાસાની સિઝન શરૂ થનાર હોઈ પ્રી-મોન્સુન મીટીંગો કરવામાં આવે છે અને એકશન પ્લાન બનાવવામાં આવે છે

પરંતુ એક્શન પ્લાન નિષ્ફળ જવાની પૂરી સંભાવના છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લઈ વિવિધ પ્રકારની સમસ્યામાં નાગરિકોને હાલાકી ન પડે તેના માટે આગોતરું આયોજન કરવામાં આવે અને જો પાણી ભરાશે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ તેમણે વધુમા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.