Western Times News

Gujarati News

અજયની ફિલ્મ મળતા જતા ઇલિયાના ડીક્રુઝ આશાવાદી

મુંબઇ, અજય દેવગન ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડ્યા બાદ સારી ફિલ્મ બનાવી રહ્યો છે. અજય દેવગનની ફિલ્મમાં ઇલિયાના ડી ક્રુઝ કામ કરવા માટે જઇ રહી છે. ઇલિયાનાને આ ફિલ્મ મળતા ભારે ખુશ છે. ૮૫ કરોડ રૂપિયાના ખર્ચે આ ફિલ્મ બની રહી છે. ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન કામ કરી રહ્યો છે. નિર્માતા તરીકે રહ્યા બાદ ફિલ્મમાં અજય દેવગન કામ કરનાર નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ વખતે બંને કોઇ ડ્રામાં ફિલ્મમાં નજરે પડનાર છે. બંનેની જોડી છેલ્લે વર્ષ ૨૦૧૨માં રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચનમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બંને ડ્રામા ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઇ ગયા છે.

ફિલ્મનુ નિર્માણ અજય દેવગન દ્વારા જ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઇલિયાના નજરે પડનાર છે. ફિલ્મને કુકી ગુલાટી ડાયરેક્ટ કરનાર છે. જે ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે હતા. ફિલ્મને લઇને પ્રો પ્રોડક્શન પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ વર્ષ ૧૯૦ અને ૨૦૦૦ વચ્ચે ઘટેલી કોઇ ઘટના પર આધારિત રહેનાર છે. જેના કારણે ભારતની ફાયનાÂન્સયલ સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં અજયદેવગન પોતે પણ કામ કરનાર છે. જો કે મુખ્ય રોલમાં અભિષેક બચ્ચન દેખાશે. અજય દેવગન પોતે મોટા રોલમાં દેખાશે. ઇલિયાના પણ મોટા રોલમાં નજરે પડનાર છે. હાલમાં અભિષેકની સાથે કઇ અભિનેત્રી રહેશે તેની પસંદગી અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. અભિનેતા અજય દેવગનની સાથે ઇલિયાના પહેલા પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.