Western Times News

Gujarati News

મારો સગો ભાઈ પક્ષ વિરૂધ્ધ કામ કરે તો મે કયાયરે લેટગોની ભાવના રાખી નથી: ગેનીબેન

પક્ષના ગદ્દારો સામે કોંગ્રેસ ચૂપ કેમ ? વિરોધીઓને સબક શીખવાડવા માંગ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં દાયકા પછી કોગ્રેસને એક બેઠક પર સફળતા મળતાં કાર્યકરો ઉત્સાહમાં છે. આ તબકકે ગાંધીનગર, અમદાવાદ સહીતની કેટલીક બેઠકો પર પક્ષના જ લોકોએ ગદારી કરી વિરૂધ્ધમાં કામ કર્યું છે.

તેમની સામે ચુપ રહેવાના બદલે કડક પગલાં ભરવા માંગણી ઉઠી છે. કોગ્રેસની શીસ્ત સમીતીની આ સંદર્ભે લેખીત ફરીયાદો પણ મળી છે.

આ તરફ બનાસકાંઠા બેઠક પરથી ચુંટાયયેલા કોગ્રેસના ગેનીબહેન ઠાકોર પણ જાહેરમાં કહયું છે કે, જે લોકો પક્ષ વિરૂધ કામ કરે એ લોકોને નિયમ પ્રમાણે પક્ષમાં કોઈ જ સ્થાન ન હોવું જોઈએ. તેમણે એટલે સુધી કહયું કે, મારો સગો ભાઈ પક્ષ વિરૂધ્ધ કામ કરે તો મે કયાયરે લેટગોની ભાવના રાખી નથી. આમ ચુંટણી જીતનારા ગેનીબહેન પણ પક્ષ વિરોધીઓ સામે પગલાં ભરવા કોગ્રેસને સ્પષ્ટ મેસેજ આપ્યો છે.

કોંગ્રેસ પક્ષની ખામીઓ વિશે વાત કરતાં તેમણે એ પણ કહયું હતું કે, જમીની સ્તર ઉપરની કામગીરીમાં ભાજપની સરખામણીએ કોગ્રેસમાં ઘણો અભાવ છે. તેમનો એવો સુર હતો કે, કોગ્રેસના ઉમેદવારને પોતાના દમ પર અને સમાજની તાકાત પર લડવું પડતું હોય છે. તેના બદલે પાર્ટી પણ સાથે સાથે લડતી થશે તો કોગ્રેસ મજબુતાઈથી ચુંટણી મેદાનમાં જનઆશીર્વાદ મેળવતી થશે.

પક્ષ વિરોધીને જો સજા કરવામાં ન આવે તો એને જોઈને બીજા લોકો પણ પ્રેરીત થતાં હોય છે. આવા કિસ્સામાં કડક પગલાં હોવા જોઈએ. લોકસભાની ચુંટણી વચ્ચે ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમીતી પ્રદેશ નેતાગીરી અને હાઈકમાન્ડ સમક્ષ પણ લેખીતમાં ફરીયાદો થઈ છે. જેમાં કોગ્રેસ પક્ષના જ કેટલાક આગેવાનો ભાજપના ઉમેદવારોની લીડ વધે તે માટે કામે લાગ્યા હતા.

કોગ્રેસના જ ગઢ સમાન મળતા વિસ્તારોમાં લોકો મતદાન કરવા ના જાય તે માટે મતદારોને પ૦૦-પ૦૦ રૂપિયાની વહેચણી થઈ હતી.જેના વીડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.