Western Times News

Gujarati News

વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ગોધરા પોલીસે ઝડપ્યો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાત માં લોકસભા ચૂંટણીઓ ના પરિણામો જાહેર થઈ ગયા છે.અને સરહદી રાજ્યો ઉપર ની ચુસ્ત નાકાબંધીઓ ની ઝુંબેશ દૂર થઈ જતા ગેલ મા આવી ગયેલા બુટલેગરો પુનઃ ગુજરાત માં સક્રિય થયા હોવાની ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખી રહેલા પંચમહાલ એલ.સી.બી શાખાના

પી.આઇ.એન.એલ.દેસાઈએ પોતાની ટીમને સાવદ રહેવાના આદેશો આપ્યા હતા આ દરમિયાન એ.એસ.આઈ. જયદીપસિંહ પ્રવિણસિંહ ને મળેલ ગુપ્ત બાતમીના આધારે પંચમહાલ એલ.સી.બી શાખાના પી.એસ.આઈ .એસ.આર. શર્મા ની ટીમ દ્વારા ગોધરા બાયપાસ હાઈ-વે ઉપર પરવડી ચોકડી ઉપર નાકાબંધી સાથે હાથ ધરેલા ઓપરેશનમાં કન્ટેનરના ચોર ખાનામાંથી અંદાજે ૬ લાખ રૂપિયાની કિંમતના વિદેશી શરાબ અને બિયરની ૨૨૩૨ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડીને કાલોલના નેવરિયા ગામના બુટલેગર મુકેશ શક્તિસિંહ ઓડ ને ઝડપી પાડ્‌યો હતો.

પંચમહાલ એલ.સી.બી એ.એસ.આઇ જયદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીને બાતમી મળી હતી કે એક ટાટા અલ્ટ્રા કન્ટેનરમાં ચોરખાનું બનાવીને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક દાહોદ ગોધરા હાઇવે પર થઈને કાલોલ તરફ જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે વોચ ગોઠવી હતી,

વોચ દરમ્યાન બાતમી મુજબનું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. જે બાદ કન્ટેનરમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની નાનીમોટી બોટલ અને બિયરના ટીનનો રૂ ૬.૦૬ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ ૧૬.૧૧ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જ્યારે મુકેશભાઈ શક્તિસિંહ ઓડ નામના ઇસમની અટકાયત કરીને ગોધરા તાલુકા પોલીસમથકે પ્રોહીબિશન ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.