Western Times News

Gujarati News

ગુજરાત 6 સાંસદોનો મંત્રી મંડળમાં સમાવેશ

સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણુંક માટે કવાયત શરૂ કરાશે-અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન તરીકે મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત આ ૬ ભાજપના નેતાઓએ શપથ લીધા, જે ગુજરાતમાંથી સાંસદ છે. વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. તેમની સાથે ૭૧ મંત્રીઓએ શપથ લીધા છે.

ત્રીજીવાર વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી બાદ તેમના મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતના પાંચ સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર અને મનસુખ માંડવીયાનો સમાવેશ થયો છે.

અમિત શાહે શપથગ્રહણ સમારોહમાં ત્રીજા ક્રમાંકે શપથ લીધા હતા. અમિત શાહ ગત ટર્મમાં દેશના ગૃહ અને સહકાર મંત્રાલયને સંભાળ્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ ૨૦૧૯માં તેમને મોદી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓને દેશના મહત્વના મંત્રાલયને સોંપવામાં આવ્યું હતુ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી ચાલુ વર્ષે જ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેપી નડ્ડા હવે સંગઠન વડા તરીકે ભાજપમાં જવાબદારી નિભાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળતા નજર આવશે. જેપી નડ્ડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ મોદી સરકારની અગાઉની ટર્મમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ એ ફરી એકવાર કેબિનેટ પ્રધાનના રુપમાં શપથગ્રહણ કર્યા હતા.

મનસુખ માંડવીયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારની બીજી ટર્મમાં તેઓ દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રહ્યા હતા. મોદી મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી લોકસભા બેઠકના સાંસદ સભ્ય સીઆર પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન પદ તરીકે સ્થાન મળ્યું છે.

ભાજપના સાંસદો સર્વાનંદ સોનોવાલ તેમજ ડૉ. વિરેન્દ્ર કુમારે શપથ લીધા હતા. એનડીએના સાથી પક્ષ ટીડીપીના સાંસદ કિંજરપ્પુ રામમોહન નાયડુ સરકારના સૌથી યુવા મંત્રી બન્યા છે, તેઓ માત્ર ૩૬ વર્ષના છે અને સતત ત્રીજીવાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે.

નાયડુ બાદ ઓડિશાથી ચૂંટાયેલા ભાજપના સાંસદ જુએલ ઓરામે શપથ લીધા હતા અને ત્યારબાદનો ક્રમ બિહારના ભાજપના નેતા ગિરિરાજ સિંહનો હતો. પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા તેમજ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને પણ નવી સરકારમાં સ્થાન મળ્યું છે, જ્યારે નવસારી બેઠકના સાંસદ સી.આર. પાટીલ પણ એનડીએ સરકારમાં મંત્રી બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.