Western Times News

Gujarati News

ચાર બેંકોની ૧,૧૨૮ શાખામાં સ્પર્શ સેવા કેન્દ્રો તરીકે MoU કરાયા

નવી દિલ્હી, ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ, ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નિવૃત્ત સૈન્ય કર્મચારીઓને દર મહિને પેન્શન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશિષ્ટ પગલું લેવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા આ માટે દેશની ચાર બેંકો સાથે સમજૂતી કરવામાં આવ્યા છે જેને પગલે આ બેંકોની ગ્રામ્ય વિસ્તારની શાખાઓ મારફત નિવૃત્ત સૈન્ય કર્મચારીઓને પેન્શન મેળવવામાં તેમજ તેમની હયાતીના દાખલા પૂરા પાડવા માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે. નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયે ચાર બેંકો – બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકની ૧,૧૨૮ શાખાઓમાં સેવા કેન્દ્રોમાં

ડિફેન્સ એકાઉન્ટ્‌સ ડિપાર્ટમેન્ટ સાથે જીઁછઇજીૐ તરીકે સામેલ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીથી પેન્શનરોને તેઓ રહેતા હોય ત્યાં નજીકમાં જ પેન્શનને લગતી તમામ સેવા પૂરી પાડશે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં નિવૃત્ત પેન્શનરો પાસે સ્પર્શ પર લાગ ઇન કરવા માટે તકનીકી નથી.

આ સેવા કેન્દ્રો સ્પર્શ માટે પેન્શનરો માટે માધ્યમ બનશે, તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે અસરકારક માધ્યમ પ્રદાન કરશે. તે ઉપરાંત ફરિયાદો નોંધશે; પ્રતિવર્ષ જરૂરી એવી હયાતીનું ફોર્મ ડિજિટલ માધ્યમથી ભરી શકાશે; ડેટા વેરિફિકેશન થઈ શકશે,

તેમના માસિક પેન્શન સંબંધિત વિગતવાર માહિતી મેળવવામાં પણ મદદ મળશે. સંરક્ષણ મંત્રાલયના પેન્શનરો માટે આ સેવાઓ તદ્દન મફત છે, પરંતુ સેવા માટે જે કોઈ નજીવો ચાર્જ ચૂકવવાનો થાય છે તે સંરક્ષણ એકાઉન્ટ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે.

આ એમઓયુ સાથે, સ્પર્શ સેવાઓ હવે દેશભરની કુલ ૧૫ બેંકોની ૨૬,૦૦૦થી વધુ શાખાઓમાં ઉપલબ્ધ થશે. આ ડેડના ૧૯૯ સમર્પિત સેવા કેન્દ્રો અને દેશભરમાં ૩.૭૫ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ઉપરાંત છે. સ્પર્શ એ સંરક્ષણ મંત્રાલયની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ પેન્શનરોને વ્યાપક ઉકેલ પૂરો પાડવાનો છે. સંરક્ષણ પેન્શનના સંચાલનમાં તે મૂળભૂત પરિવર્તન છે કારણ કે તે કાર્યક્ષમતા, પ્રતિભાવ અને પારદર્શિતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.