Western Times News

Gujarati News

અમદાવાદની ઉદ્‌ગમ, નવકાર અને સંતકબીર સ્કુલમાં DEOની ઓચિંતી તપાસ

Files Photo

ફાયરના ઈકિવપમેન્ટ રબરની સીટોના ઢગલામાં ઢંકાયેલા હતા. આ સિવાય સ્મોક વેન્ટીલેશન નહોતું.

અમદાવાદની ઉદ્‌ગમ સ્કૂલ ફાયર સેફટીના સાધનો અંગે બેદરકાર

(એજન્સી)અમદાવાદ, શહેરની શાળાઓના આચાર્યયોને ફાયર અંગેની તાલીમ આપ્યાનાં ત્રીજા દિવસે શહેર ડીઈઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા થલતેજની ઉદગમ સકુલ ગુલબાઈ ટેકરશા ખાતે આવેલી નવકાર અને સંતકબીર સ્કુલમાં ઓચિતી તપાસ કરવામાં આવી હતી. DEO’s surprise investigation at Udgam, Navkar and Santakbir schools in Ahmedabad

આ દરમ્યાન પ હજારથી વધુ સંખ્યા ધરાવતી અઅને સતત વિવાદમાં રહેતી ઉદગમ સ્કુલમાં ફાયર સેફટીને લઈ સૌથી વધુ ખામીઓ સામે આવી હતી એ સિવાય નવકાર અને સંતકબીર સ્કુલમાં સ્ટાફ ટ્રેનીગ વિનાનો તેમજ પુરતા સાધનોના અભાવ જોવા મળ્યો હતો. આ ત્રણેય સ્કુલોને ૧૦ દિવસમાં સંપૂર્ણ સાધન-સામગ્રી અને ખામીઓ દુર કરવાની સુચના આપવામાં આવી છે.

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજયભરમાં ફાયરને લઈ ચકાસણી અભિયાન ચાલી રહયું છે. જે અન્વયે અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસી અંગેની તાજેતરમાં તપાસ પુર્ણ થઈ ઈહતી. એ પછી શહેરના જીલ્લા શિક્ષણાધિકારીની કચરે અને ફાયર વિભાગ દ્વારા ગત તા.પ જુનના રોજ ૭૦૦ જેટલી શાળાના આચાર્યોને ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપ્યાના ત્રણ દિવસ બાદ ડીઈઓ દ્વારા ઓચિતી તપાસ હાથ ધરાઈ હતી.

આ દરમ્યાન ઉદગમ સ્કુલમાં શરૂઆતથી જ અનેક ખામીઓ જણાઈ હતી. જેમાં સ્કુલની વહીવટી કચેરીમાં ફાયરના સાધનોને અભાવ જોવા મળ્યો હતો. સ્કુલમાં બિલ્ડીગ મુજબ ફાયર લોડ ન હોવાનું સામે આવ્યું. જયાં ફાયરના ઈકિવપમેન્ટ રબરની સીટોના ઢગલામાં ઢંકાયેલા હતા. આ સિવાય સ્મોક વેન્ટીલેશન નહોતું. લેબોરેટરીમાં જવા માટે માત્ર એક રસ્તો હતો અને ફાયરની બોટલો બંધ હાલતમાં જોવા મળી હતી.

આ સિવાય નવકાર સ્કુલમાં બેઝમેન્ટમાં જુનુ ભંગાર પડયું હતું તેમજ ફાયરના પુરતી બોટલો નહોતી. આ સ્કુલમાં શેડ લગાવેલો હતો જે તાત્કાલીક ઉતારવાની પણ સુચના અપાઈઈ છે. સંત કબીર સ્કુલમાં પણ ફાયરના અપૂરતા ઈકિવપમેન્ટ જોવા મળ્યા હતાં. મહત્વનું છે કે, આ ત્રણેય સ્કુલ પાસે ફાયર એનઓસી હતી. ઉલ્લેખનીય છેકે ફાયરની બોટલ ચાલુ કરતાં એકપણ સ્કુલના કર્મચારીને આવડતું ન હોવાનું પણ સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.