Western Times News

Gujarati News

ખિદમત ગ્રુપ હાથજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૮ જૂન ને શનિવાર ના દિવસે નડીઆદ તાલુકાના હાથજ તાબેના સંદલીપુરા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ પિરે તરિકત રહેબરે શરિયત અલ્વિઉલ હુસેની ગાદી નસીન ખાનકાહે કાદરિયા સંદલીપુરાના જનાબ સૈયદ નઈમુદ્દીન બાપુ (બાવાસાબ) ના પ્રમુખ સ્થાને યોજાયો કાર્યક્રમની શરુઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી હતી

જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નડીઆદથી જનાબ હાજી હફિજુદ્દીન કાદરી ઓનેસ્ટ સિનિયર સિટીઝન ફોરમ નડીઆદના પ્રમુખ પધાર્યા હતા સાથે સાથે જનાબ ઈમ્તિયાઝ હુશેન શેખ પુર્વ સચિવ ગુજરાત રાજ્યએ પણ હાજરી આપી હતી.

ફલાહેદારૈને કેળવણી મંડળના સંચાલક જનાબ હફિજભાઈ મલેક નિવૃત્ત નાયબ મામલતદાર. જનાબ યુનુસભાઈ સેખ જનાબ માજીદ ખાન પઠાણ એડવોકેટ અને નડીઆદ નગરપાલિકા કાઉન્સિલર તેમજ પૂર્વ કાઉન્સિલર સલ્લુ ભાઈ ડફાલ તેમજ જનાબ જહિર ભાઈ મલેક જનાબ ઈમ્તિયાઝ ભાઈ વૈદ (સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન)જનાબ સૈયદ ચાચા ચા વાળા સંસ્થાના આમંત્રણને માન આપી પધાર્યા હતા.

સાથે સાથે હાથજ ગામનાં અગ્રણીઓ તરીકે જનાબ ઈકબાલ ખાન પઠાણ (ડેપ્યુટી સરપંચ) જનાબ સરજુ બેગ મિરજા જનાબ સોહરાબુદ્દીન જનાબ દરિયાવખાન જનાબ સમસેરખાન સિવાયના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.નડીઆદથી ખાસ યુવાઓને પ્રેરણા આપવા દિકરી સલામ મેમણ જે ૨૦૨૪ જજષ્ઠ ની પરીક્ષામાં ૯૯.૯૯  સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને છે

ડૉ મુસ્કાન મેમણ દ્બહ્વહ્વજ યુવાઓને પ્રેરણા આપવા પધાર્યા હતાં બન્ને દિકરીઓનું પ્રમુખ અને પીરે તરીકત તેમજ અતિથિ વિશેષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે વર્તમાન સમયમાં ઈન્ડિયન આર્મી ( અગ્નીવીર) ની સફળ ટ્રેનિંગ પુર્ણ કરી પધારેલ હાથજના યુવા મોહસીન ખાન જહિર ખાન પઠાણ નું પણ સંસ્થાના પ્રમુખ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું

સાથે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સન્માનીત કરી પેનો અને ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખિદમત ગ્રુપ દ્વારા કરવામાં આવેલા કાર્યોનો અહેવાલ પણ આવેલ મહેમાનો અને તમામ સદસ્યો વચ્ચે વહીવટી પારદર્શકતા રૂપી મૂકવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.