Western Times News

Gujarati News

અગ્રણી ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટર્ટલમિન્ટે 1 કરોડ પોલિસીના વેચાણનો આંકડો પાર કર્યો

ટર્ટલમિન્ટ 10 મિલિયન પોલિસી વેચ્યાના સીમાચિહ્નની ઊજવણી કરે છે, પીઓએસપી મોડલની શક્તિને માન્યતા આપે છે અને ભારતમાં ઇન્શ્યોરન્સના મહત્તમ પ્રસારનું લક્ષ્ય રાખે છે

મુંબઈ,  ભારતમાં અગ્રણી ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટર્ટલમિન્ટે 1 કરોડ (10 મિલિયન) પોલિસીના વેચાણનો આંકડો પાર કર્યાના મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યાની આજે જાહેરાત કરી હતી. આ સિદ્ધિ પોઇન્ટ ઓફ સેલ પર્સન (પીઓએસપી)ની શક્તિ તથા દ્વિતીય તેમજ તૃતીય કક્ષાના શહેરો સહિત સમગ્ર ભારતમાં ઇન્શ્યોરન્સના પ્રસાર માટે ટર્ટલમિન્ટની અડગ પ્રતિબદ્ધતાનું પ્રમાણ દર્શાવે છે. Turtlemint Celebrates Milestone of 10 Million Policies Sold, Validates the Power of the POSP Model and Aims for Deeper Insurance Penetration in India

તેના પ્રારંભથી જ ટર્ટલમિન્ટે તેના એડવાઇઝર્સને ટેક્નોલોજીથી સશક્ત બનાવવા પર ધ્યાન આપ્યું છે. આ અભિગમથી તે સમગ્ર ભારતના 17,000 પિન કોડ્સમાં મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિકસાવી શકી છે અને ઇન્શ્યોરન્સથી વંચિત વિશાળ વર્ગ સુધી પહોંચી શકી છે. નોંધપાત્ર છે કે ટર્ટલમિન્ટનો 60 ટકાથી વધુ બિઝનેસ મેટ્રો સિવાયના શહેરોથી આવી રહ્યો છે જે તેની વ્યાપક પહોંચ અને પ્રભાવને દર્શાવે છે.

ટર્ટલમિન્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ ધીરેન્દ્ર માહ્યાવંશીએ જણાવ્યું હતું કે, “અમે 1 કરોડ પોલિસીના આ સીમાચિહ્ન સુધી પહોંચીને ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. આ સિદ્ધિ ભારતમાં દરેક માટે ઇન્શ્યોરન્સને સુલભ અને સસ્તો બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ટેક્નોલોજી સાથે એડવાઇઝર્સને સશક્ત બનાવીને અને મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો લાભ લઈને, અમે આ અંતરને દૂર કરી રહ્યા છીએ અને ભારતમાં છેવાડાના સ્તર સુધી પણ ઇન્શ્યોરન્સ પહોંચાડવા માટે સક્ષમ બની રહ્યા છીએ.”

હજુ વધુ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટર્ટલમિન્ટ વધુ એડવાઇઝર્સને ઓનબોર્ડ કરવા અને તેના 1 મિલિયન એડવાઇઝર્સના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. કંપની હાલના એજન્ટોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે અને લાંબા ગાળાની નાણાંકીય સ્થિરતાને પ્રાથમિકતા આપે છે. ટર્ટલમિન્ટ સમગ્ર ઇન્શ્યોરન્સ વેલ્યુ ચેઇનમાં નવીનતાની અપાર સંભાવનાઓ જુએ છે.

ટર્ટલમિન્ટની 1 કરોડ પોલિસી વેચવાની સિદ્ધિ એ ભારતની ઇન્શ્યોરન્સ સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ટેક્નોલોજી, વ્યૂહાત્મક ભાગીદારી અને એડવાઇઝર્સને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનો લાભ લઈને, ટર્ટલમિન્ટ ઇન્શ્યોરન્સના અંતરને વધુ ઘટાડવા અને સમગ્ર ભારતની વિશાળ વસ્તી માટે ઇન્શ્યોરન્સને સુલભ બનાવવા માટે સારી સ્થિતિમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.