Western Times News

Gujarati News

વિલન બનીને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ફરી ધૂમ મચાવશે વિદ્યુત જામવાલ

મુંબઈ, બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે વધતો તાલમેલ સમગ્ર ઇન્ડિયન સિનેમામાં મોટું પરિવર્તન લાવી રહ્યો છે. આ પરિવર્તનની અસર બોક્સ ઓફિસ પર પણ દેખાવા લાગી છે.

છેલ્લા કેટલાંક વર્ષાેમાં ઘણા બોલિવૂડના કલાકારો સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તો સાઉથના કલાકારો પણ બોલિવૂડ તરફ આવી રહ્યાં છે. હવે વધુ એક બોલિવૂડ એક્ટર ૧૨ વર્ષે સાઉથની ફિલ્મમાં કામ કરશે.

ઘણી ફિલ્મોમાં પોતાના સ્ટંટ અને જહરદસ્ત એક્શનથી બધાને ઇમ્પ્રેસ કરી ચૂકેલો એક્ટર વિદ્યુત જામવાલ હવે સાઉથની ફિલ્મોમાં પણ ધૂમ મચાવવા તૈયાર છે. વિદ્યુતે ૨૦૧૨માં આવેલી વિજયની સાઉથ ફિલ્મ ‘થુપક્કી’માં વિલનનની ભૂમિકા નીભાવી હતી. હવે વિદ્યુતે ‘ગજની’ જેવી ફિલ્મ બનાવનાર ડિરેક્ટર એ. આર. મુર્ગાદોસ સાથે હાથ મિલાવ્યા છે.

આ ફિલ્મનું પ્રોડક્શન સિવાકાર્તિકેયન કરશે. ફિલ્મના મેકર્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફિલ્મના મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું, “અમે એવા વિલનનને લઈને વી રહ્યા છીએ જેણે દરેક વ્યક્તિને ભયભીત કરી મુકી હતી.

આ ફિલ્મમાં વિદ્યુત જામવાલનું સ્વાગત કરીએ છીએ.” આ પોસ્ટ શેર થતાં જ લોકોના રિએક્શન્સ આવવાના શરૂ થઈ ગયા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું, ‘આશા છે કે કાલિવૂડમાં વધુ એક દમદાર વિલન આવી રહ્યો છે.’ તો બીજાએ લખ્યું, ‘સિવા વર્સીસ વિદ્યુત. આ એક મોટી ફિલ્મ સાબિત થશે.’ તો બીજી એક વ્યક્તિએ લખ્યું કે, ‘થુપક્કી પછી વધુ એક મુર્ગાદોસ ફિલ્મ. આ વિદ્યુતની ઘણી સારી સીઝન છે.’

વર્ષ ૨૦૧૨માં વિજયની ફિલ્મ ‘થુપક્કી’માં વિદ્યુત જામવાલે નકારાત્મક ભૂમિકા કરી હતી. જેણે પણ આ ફિલ્મ જોઈ તેણે વિદ્યુતના વખાણ કર્યા હતા. તેથી હવે ફરી બધા વિદ્યુતના પાત્રને લઇને ઉત્સુક છે.સાથે જ એક્ટર સિવાકાર્તિકેયનની લોકપ્રિયતા પણ સાઉથમાં ઘણી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.