Western Times News

Gujarati News

ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ્‌સથી બચીને રહેજો

પ્રતિકાત્મક

લગ્ન સ્વર્ગમાં નક્કી થતા હોય છે તે ખરૂં પરંતુ આજકાલ તેનું માધ્યમ મેટ્રિમોનિયલ સાઈટ્‌સ બની ગઈ છે. આધુનિક યુવાનો યોગ્ય જીવનસાથીની શોધ માટે મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ કરતા થયા છે.

સુષ્મા શાહ (નામ બદલ્યું છે) પણ સુખી લગ્નજીવનના સપનાં જોતી ત્રીસ વર્ષીય યુવતી છે. માતાપિતાએ દેખાડેલા જ્ઞાતિના મુરતિયા કરતા પોતાની પસંદના ભરથારને પામવા ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. થોડા દિવસમાં જ તેને સૌરભ પંચાલ (નામ બદલ્યું છે) નો ઈમેઈલ આવ્યો. સૌરભનો પ્રોફાઈલ આકર્ષઆકર્ષક હતો. તે એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજર હતો.

સૌરભ અને સુષ્મા થોડા દિવસો ફોન પર વાતચીત કર્યા બાદ અનુકૂળતા લાગતાં રેસ્ટોરાંમાં મળ્યા. થોડી મુલાકાતો બાદ બન્નેને વિચારોમાં સામ્યતા લાગતાં આગળ વધવાનો નિર્ણય કર્યો. બન્નેના પરિવારો મળ્યા અને સગપણ તથા લગ્નની તારીખો નક્કી કરી. સગપણ અને લગ્ન વચ્ચેનો ગાળો તો સપના જોવામાં પસાર થયો. લગ્નના ત્રણ દિવસ અગાઉ એક યુવતીનો સુષ્મા પર ફોન આવ્યો કે સૌરભ પરિણીત છે અને પોતે તેની પત્ની છે.

તેણે પોતાના લગ્નના સ્થળનું સરનામું આપીને વધુ તપાસ કરવાનું કહ્યું. સુષ્માએ તપાસ કરી તો વાત સાચી નીકળી. આથી લગ્ન રદ કરીને તે પોલીસ ફરિયાદ કરવા ગઈ. જો ે પૂરતા પુરવાના અભાવે પોલીસે સુષ્માની ફરિયાદ કાને ધરી નહી. સુષ્મા એક વર્ષ સુધી પુરાવા મેળવવા માટે પ્રયાસ કરતી રહી. અને છેવટે તેને જાણવા મળ્યું કે સૌરભની પત્નીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ કેસની વિગતો લઈને સુષ્મા પોલીસ સ્ટેશને પહોંચી અને તેણે સૌરભ વિરૂધ્ધ છેતરપિંડી અને લાગણીઓ સાથે રમત કરીને શારીરિક શોષણ કર્યાની ફરિયાદ કરી. છેવટે દોઢ વર્ષના પ્રયાસો બાદ તાજેતરમાં પોલીસે સૌરભની ધરપકડ કરી.

૩પ વર્ષની રેશમા મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા સુબોધ પાંડેના સંપર્કમાં આવી. બન્નેએ થોડા દિવસ મોબાઈલ ફોન પર ાત કરીને પછી વોટ્‌સ એપ પર ચેટિંગ કરતાં મુલાકાત કરવા સુધી વાત આગળ વધી. પ્રથમ મુલાકાતમાં જ સુબોધે રેશમા અને તેની બહેનને પ્રભાવિત કર્યા. પોતે ઈ-કોમર્સ કંપની ધરાવે છે અને આઈફોન -૧૧ બજારભાવ કરતા ઓછી કિંમતે વેચે છે એમ સુબોધે જણાવ્યું.

મુલાકાતને અંતે રેશમા અને તેની બહેને બે આઈફોન ખરીદવા ૧.૪૦ લાખ રૂપિયા આપ્યા અને એક મેકબુક રિપેર કરવા આપી. ત્યારબાદ સુબોધ ફોન પરની વાત ટુંકાવવા લાગ્યો અને ચાર દિવસ બાદ તેણે ફોન ઉપાડવાનો બંધ કર્યો. છેવટે બે લાખથી વધુની છેતરપિંડી કરીને સુબોધ ગાયબ થઈ ગયો.

આજના યુગમાં યોગ્ય જીવનસાથીની શોધ માટે મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ વધી રહ્યો છે. આ માધ્યમ દ્વારા અનેક લોકોના ઘર વસ્યા છે તે હકીકત હોવા છતાં કેટલાય પુરૂષો અને મહિલાઓ આવી સાઈટ મારફતે મળનાર વ્યક્તિ દ્વરા છેતરપિંડીનો ભોગ બની રહ્યાં હોવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આધુનિક યુવતીઓ મનપસંદ સાથીદારની શોધમાં માતાપિતા કરતાં મેટ્રિમોનિયલ સાઈટ્‌સ પર વધુ ભરોસો કરે છે અને ભીંત ભૂલે છે.

ઓનલાઈન મેટ્રિમોનિયલ ફ્રોડના કિસ્સામાં જોવા મળ્યું છે કે છેતરપિંડી કરનાર સોફ્ટવેર એન્જિનિયર, ડોક્ટર, માર્કેટિંગ પ્રોફેશનલ, મેનેજર કંપનીના માલિક, કે એનઆરઆઈ તરીકેનો નકલી પ્રોફાઈલ બનાવે છે અને ત્રીસ વર્ષથી મોટી ઉંમરની મહિલા અને ૪૦ વર્ષથી મોટી વયના પુરૂષોને નિશાન બનાવે છે.

નામાંકિત લગ્ન વિષયક વેબસાઈટ પર આકર્ષક પ્રોફાઈલ મૂકીને ભાવિ કન્યા કે મુરતિયા તરીકે વેબસાઈટ પર રહેલા અન્ય મહિલા કે પુરૂષનો સંપર્ક કરે છે. મધઝરતી મીઠી વાણીમાં પોતાનો પરિચય આપીને પ્રથમ વાતચીતમાં જ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવામાં આવા ઠગ હોંશિયાર હોય છે. વળી હવે તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમના આ કામને સરળ બનાવે છે.

ઠગ પોતાના માતાપિતા કે પાલક તરીકે કન્યા કે મુરતિયાની સાથે વાત કરવા માટે વોઈસ ચેન્જિંગ એપનો ઉપયોગ કરે છે. ઠગ પુરૂષો લાગણીભીની વાતો કરીને અને મહિલાઓ પોતાની સુંદરતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા લલચાવે છે. સામેની વ્યક્તિનો વિશ્વાસ સંપાદન થઈ ગયો હોવાની જાણ થયા બાદ તેઓ અચાનક દાદીને હાર્ટઅટેક આવ્યો કે બહેનને અકસ્માત નડ્યો જેવા કટોકટીભર્યા સંજોગો દર્શાવીને પોતાના બેન્કના ખાતામાં પૈસા મોકલવા કહે છે.

અથવા તો મોંઘીદાટ ભેટ વિમાન મારફતે મોકલીને તેને છોડાવવા માટે હજારો રૂપિયા ભરવાનું કહે છે. એવું પણ બને છે કે તે વ્યક્તિ પરિણીત હોય અને પૈસાની લાલચમાં બીજી કે ત્રીજી વાર લગ્ન કરતી હોય. આમ તો લગ્નવિષયક વેબસાઈટ પર મહત્વના દસ્તાવેજો જોયા બાદ જ ઉમેદવારના પ્રોફાઈલ મૂકવામાં આવે છે પરંતુ તેમના વ્યવસાય કે અંગત જીવન સંબંધિત માહિતીની ઉંંડી તપાસ કરવામાં આવતી નથી. આથી છેતરપિંડી કર્યા બાદ આ વ્યક્તિઓ હવામાં ઓગળી જાય છે અને થોડા સમય બાદ ફરી નવો શિકાર શોધી લે છે.

મોડસ ઓપરેન્ટી ઠગનારી વ્યક્તિ ઈમેઈલ્સ, ઓનલાઈન ચેટ્‌સ કે ફોન પર વાત કરીને વિશ્વાસ સંપાદન કરે છે. લગ્નનો પ્રસ્તાવ મૂકીને કહે છે કે તેઓ જે મોંઘી ભેટ અને વિદેશી નાણું લાવ્યા છે તે એરપોર્ટ પર કસ્ટમમાં અટવાઈ ગયું છે. તેને છોડાવવા માટે હજારો રૂપિયાની જરૂર છે. ક્યારેક દાદી, માતા કે પિતાને બીમાર પાડીને તાત્કાલીક પૈસાની જરૂર હોવાની સ્ટોરી પણ બનાવે છે. મહિલા કે પુરૂષ તેમની આવી વાતોમાં ભોળવાઈને ઓનલાઈન પૈસા મોકલી આપે છે.

ઠગની ઓળખ કઈ રીતે કરવી ? –તેઓ વિડિયો ચેટ પર વાત નહીં કરે. પોતાનો ચહેરો દેખાય નહિં એ પ્રમાણે વાતચીતના માધ્યમો પસંદ કરે. વારંવાર રૂબરૂ મળવાને બદલે વાત જ કરે. વધુ પડતો આકર્ષક પ્રોફાઈલ તેમને ઓળખવાની નિશાની છે. તેઓ ઝડપથી પ્રેમમાંપડી જાય છે અને લગ્નનો નિર્ણય લઈ લે છે. વાતચીત દરમિયાન પગાર, મિલકત જેવી બાબતો જાણી લે છે અને પૈસા માંગે છે. લાગણીઓ ભોળવીને શારીરિક શોષણ કરનારાઓની પણ કમી નથી.

સાવચેતી રાખવી –ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ પર ઉમેદવારની પસંદગી પ્રોફાઈલ જોઈને જ કરવામાં આવે છે જે પ્રોફાઈલ એકદમ આકર્ષક લાગે તેની મુલાકાત લેતાં અગાઉ ઉંડી તપાસ કરવી. તે ક્યાં રહે છે. શૈક્ષણિક લાયકાત શં છ. કામકાજ શેનું છે અને ક્યાં કરે છે તથા તેનું બેકગ્રાઉન્ડ કેવું છે તેની તપાસ કીરને તેની પ્રોફાઈલ સાથે સરખાવવી. તે વ્યક્તિના સોશિયલ મીડિયા પ્રોફાઈલને પણ તપાસવો.

કેટલીક મેટ્રિમોનિયલ વેબસાઈટ નિષ્ણાંતો પાસે પ્રોફાઈલ તપાસાવ્યા બાદ જ તેને મૂકે છે. તેનો જ સંપર્ક કરવો. લગ્ન એ જીવનભરનો સંબંધ છે. આથી તેનો નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. જે સામેની વ્યક્તિ ઉતાવળ કેદબાણ કરે તો વશ થવાને બદલે સાવધ થઈ જવું. જાહેર સ્થળ મળવા જવું અને પરિવારને તે વિશે માહિતી આપીને જવું.

પૈસા ટ્રાન્સફર ન કરવા-કોઈ પણ સંજોગોમાં ભાવિ વરરાજા કે વધૂને પૈસા ટ્રાન્સફર ન કરવા. થોડી મુલાકાત બાદ તે વ્યક્તિ વિવિધ કારણો દર્શાવીને પૈસા માંગે એટલે સચેત બની જવું. અને તેના ફોન લેવા નહીં.ફ આ જ પ્રમાણે બેન્ક એકાઉન્ટની માહિતી કે પાસવર્ડ આપવા નહીં. મેટ્રિમોનિયલ વેબીઈટ એક્સેસ કરવા બ્રાઉઝરમાં રહેલા યુઆરએલનો ઉપયોગ કરવો એસએસએસ કે વોટ્‌સ એપ દ્વારા આપવામાં આવેલી શોર્ટ લિન્કનો ઉપયોગ ન કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.